SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય 191 તેના વંશને હોય તે પણ બનવા ગ્ય છે.' તે ગોહિલ હતું તેના સમર્થનમાં બીજી પણ એક વિચારવા જેવી સાબિતી છે. કામનાથ મહાદેવને સંવત 1450 એટલે ઈ. સ. ૧૩૯૪ને એક લેખ મળેલ છે. તેમાં કેઈ ગેહિલ રણેશ્વર શિવરાજ સામે લડતાં સંવત ૧૪૫૦ના ભાદરવા સુદ ને શુક્રવારે રવાડ ગામે માર્યા ગયાની હકીકત છે. તે બતાવે આપે છે કે ગોહિલે માંગળ પરગણાના ઠાકર હતા. આથી કુમારપાળ ગોહિલ જ હોવાનું વિશેષ સંભવનીય છે. પ્રભાસ : પ્રભાસપાટણમાં ફિરોઝ તઘલગે મૂકેલું મુસ્લિમ થાણું હતું. તે આજની રેસીડેન્સીની કઠી જેમ કામ કરતું હશે; કારણકે વાજા રાજાઓ તેમને અમલ ચલાવ્યે જતા. સંવત 1437 (. સ. 1381) લગભગ રાજા ભમ પ્રભાસમાં અધિપતિ હતો. તેની પહેલાં રાજા મેઘ હતો. તેના અમલમાં એટલે ઈ. સ. ૧૩૬૯માં થાણાને ઉઠાવી મૂકવામાં આવ્યું અને વાજાઓ પ્રબળ થયા. રાહનું મૃત્યુ : રાહે વંથલી અમરસિંહ તથા જેતસિંહ પાસેથી જીતી લીધું અને પુનઃ વંથલી રાહના કબજામાં આવ્યું. તે ઈ. સ. ૧૩૭૩માં ગુજરી ગયે. રાહ મોકલસિંહ ઈ. સ. ૧૩૭૩થી 1397 ગુજરાતનું રાજ્યતંત્ર: રાહ મોકલસિંહ ગાદીએ આવ્યું ત્યારે ગુજરાતની રાજ્યવ્યવસ્થામાં અંધાધૂધી વ્યાપી હતી. ઝફરખાન ઈ. સ. ૧૩૭૧-૭૨માં ગુજેરી ગયો અને તેને પુત્ર દરિયાખાન ગુજરાતના સૂબા તરીકે નિયુક્ત થયા હતા. પણ તેણે રાજ્યતંત્ર પિતે હાથમાં ન લેતાં તેને નાયબ શમ્સદ્દીન અન્વરખાનને ગુજરાતમાં કર્યો. તેણે સત્તા બહુ ભેગવી નહીં, અને ઊપજ ઘટવાથી તેને દૂર કરવામાં આવ્યું. અસુદ્દીન દમ ધાની તેની જગ્યાએ નિમાઈને આવ્યા. તેણે પાદશાહી ખજનામાં પૂરતી રકમ મોકલવાની અશક્તિના કારણે બળ કર્યો અને પાદશાહે રકમ વસૂલ કરવા મેકલેલા સૈન્યની સામે લડતાં તે માર્યો ગયે. તેનું મસ્તક દિલ્હી મેકલવામાં આવ્યું. ઈ. સ. ૧૩૭૭માં મલિક મુકરરાહ સુલતાની ઉ ફરહત ઉલ મુલ્ક ઉર્ફે રાસ્તીખાન સૂબે થઈને આવ્યું. તેણે 15 વર્ષ એટલે ઈ. સ. 1391 સુધી સૂબાગીરી ભગવી. 1. જયપાળ પ્રભાસપાટણને દંડનાયક હતો. તેને એક પાળિયો થએલો, જે નાશ પામે છે. 2. આ રાજાએ પ્રભાસને કિલ્લો સમરાવ્યું તેને શિલાલેખ સંવત 1442 (ઈ. સ. ૧૩૮૬)ને છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy