SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨જપૂત સમય 188 કબૂલ કરવા ફરજ પાડી. કુમારપાળે વીર ક્ષત્રિયની રીતે આવા અપમાનજનક એલાનને જવાબ યુદ્ધથી વાળે. કુમારપાળને પરાજય થ અને યુદ્ધભૂમિમાં તે સુતે. સૈયદ સિકંદરે માંગરોળ લીધું. ઈઝઝુદ્દીને તે પછી આ ગામ સૈયદ સિકંદરને ઈનામમાં આપી પિતે દિલ્હી ગયે. તે પછીના પાંચમે વર્ષે એટલે હીજરી સન ૭૭૫માં લખાયેલ એક લેખમાં જણાવ્યું છે કે ઈઝઝુદીન ત્યાંને સૂબે હતા. વિદ્વાન કર્નલ વેટસન માને છે કે સિયદ સિકંદર કે જેને પાછળથી પીર માનવામાં આવ્યા તેને છવાઈમાં આ ગામ દેવા શરૂખાને ઈઝઝુદીનને સૂચના આપેલી. તેથી તેને વિજેતા કહ્યા છે. આમ બે ચર્ચાગ્રસ્ત વિષયે ઉપસ્થિત થાય છે : સૈયદ સિકંદર કોણ અને રાજા કુમારપાળ તે કે.? ઈઝઝુદ્દીન બિન આરામશાહ : ઈ. સ. ૧૩૩૫થી ઈ. સ. 1368 લગભગ એટલે ૧૪મી સદીના મધ્ય ભાગમાં માંગરોળ એક અગત્યનું સમૃદ્ધ નગર અને આકર્ષક બંદર હતું. અલ્લાઉદ્દીન ખીલજીનીર ચડાઈ સમયે પણ તેની જાહોજલાલી અપૂર્વ હતી. ફળદ્રુ૫ નાઘેર પ્રદેશનું તે એક અતિ રમણીય સ્થાન હતું અને તે સ્થળે નાના ઠાકોરે રાજ્ય કરતા. અગાઉ જોયું તેમ ત્યાં ગોહિલ રાણું રાજ્ય કરતા અને તે વંશમાં કુમારપાળ થયે હોય તે તે સંભવિત છે. અથાગ પરિશ્રમ કર્યા છતાં આ માંગરોળના શૂરવીર સહજીગના વંશની વંશાવલી મળી નથી. પણ આ ગોહિલ 1. હી. સન ૭૭૦ને લેખ અમે જે નથી. કર્નલ વોટસનના આધારે આ વિષયમાં માંગરોળના ઇતિહાસની એક વાત નેધ કરવા જેવી છે. ફિરોઝ તઘલગના ગુરુ પંજાબના પ્રસિદ્ધ મહાત્મા મખદમ જહાંનીયા નામના સિયદ હતા. તેની સરદારી નીચે શરૂખાન તથા ઇઝઝદ્દીન બિન આરામશાહ નામને સેનાપતિઓ નવ હજારનું મોટું લશ્કર લઈ માંગરોળ સર કરવા આવ્યા. તેમાં પિતાના મુરીદને વિજય થાય તે માટે એક કાસુ (ર) લિબાશ (ષિાક) તથા જે તે આલિયાએ આપેલ. તેના પ્રભાવથી માંગરોળ જિતાયું પણ શરૂખાન મરાય. તેની કબર માંગરોળમાં છે. સિયદ સિકંદરની કબર તેમને ગુરુ મખદુમ કહાનીયાની જગ્યામાં છે. માંગરોળમાંથી અનેક ફારસી શિલાલેખો મળ્યા છે. તે હી. સ. 784-785-7871788-791-895-820 વગેરેના છે. તેના ઉપરથી પ્રતીત થાય છે કે મુસ્લિમોને માંગરોળ ઉપર આક્રમણ કરી પિતાનું મુખ્ય કેન્દ્ર ત્યાં સ્થાપવાનો ઇરાદો હશે, જેની ચર્ચા કમશઃ થશે. પુછઈ વાત બાદશાહત ઈસી ગુજરાતી તે કંઇ કીસી કીસું ખંભાયત અણહિલપુર કહ્યું દીવગઢ માંગલકર (કાન્હડદે પ્રબંધ)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy