________________ 114 સૌરાષ્ટ્રને ઇતિહાસ છે? રાહે તે સાંભળીને પોતાની પાઘડીથી આડી તલ્હાર બાંધી ઉપરથી ઉતારી, જેની ઉપર બેસી ચારણ ઉપર આવ્યા. ચારણ અઢી લઢ મથે ગઢે માગણે લોઢા ઉપર બેસી ચારણ માથું માગવા ઉપર ચડે. ચારણને માથું આપવા રાહ તૈયાર થયું છે તે રાણીને ખબર પડતાં તેણે આવી કહ્યું, “ચારણુદેવ, માથા સિવાય બીજું ગમે તે માગે.” અધા તું અઘાથીયે, ભાઈયે છ મગણહાર; હાજી ડીયાં તડાક, દીયાં હાથી ડાયાં હજાર, ગીનની ચંદનહાર, પણે છડી દયાં સરદાર; તને ઘડાં, વાડી, હાથી, ચંદનહાર દઉં પણ બીજલ ઝેરી બીજ... બીજલ તે ચારણામાં ઝેરી બીજ જેવો હતો. તે માને નહિ, તેણે જવાબ દીધેઃ તાજી આય તબીલમેં, ગોમેર આય ઘણું, મેકે નાય મણું આલે સિર વાલે અબે. મારી પાસે તબેલામાં ઘણું ઘેડાં છે; હાથી પણ ઘણું છે. મને તે વહાલું માથું છે. રાણી નિરાશ થઈ રાહની બહેન પાસે ગઈ. બહેને આવીને વાત સાંભળીને રાહને કહ્યું: વઢી દેને વીર, મથે મગણુહારકે; દાતારા મન ખીર, અદાતા મન કઠણ જે. ભાઈ દાતારને જે સહેલું અને અદાતાને જે કઠણ છે તેવું દાન દેવાને પ્રસંગ આવ્યો છે. તારું માથું વાઢી દે રાણીએ રાહ કવાટની પુત્રીનું કુળાભિમાન જોયું. તે રાજમાતા પાસે ગઈ. તેણે તે તરત જ કહ્યું: મથે મગણહારકે, જે દયાસ તું ન દે; તે કેડે બંધી કીનછ કવિયાં કેર કરે. દયાસ! જો તું દાનમાં માથું ન દે તો કવિઓ ની કીર્તિ ગાશે ? અને રાહે પોતાના હાથે બીજલને માથું ઉતારી દીધું. બીજલને સોલંકી સરદારે ઇનામ ન આપતાં દેહાંત દંડ આપે. આ વિષયનું સિંધી ભાષાના સુપ્રસિદ્ધ શાયર શાહ અબ્દુલ લતીફે અતિ રસિક વર્ણને કયુ છે. તેમાં તેણે રાણીનું નામ સેરઠ આપ્યું છે, એટલે સોરઠી રાણી. તેમાંથી માત્ર બે કડીઓ “સોરઠ મંગણહારખે, જાલ ભરે જાના, અસી બયી બે જણ, બીજલ જા બાના; છડ તંદુલ જા તાના મુરી વંજ તું મંગના હસે સરતાં હકસ્સી, લજ મરાં, લખે સરતાં લખ સીસી, લખરી હું દિયાં.