SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 112 સૌરાષ્ટ્રને ઇતિહાસ ઉગાવાળો મરાયો. હાલ પણ ચિત્રાસર ગામે તેને નમેલો પાળિયે છે. આ રાતના સમયમાં રિબંદરના જેઠવાઓ આ પ્રદેશમાં આવ્યા હોવાનું અનુમાન છે. રાહ કવાટે આબુના વિજય તથા ઉગાવાળાના પરાજ્ય સિવાય કાંઈ કામ કર્યું હોવાની કેઈ નેંધ નથી. તે ઈ. સ. ૧૦૦૩માં ગુજરી ગયે તથા તેની પાછળ તેને પુત્ર રાહ દયાસ ઉર્ફે મહીપાળ ૧લે ગાદીએ આવ્યા. રાહ દયાસ ઉફે ડિયાસ : (મહીપાલ ૧લો) ઈ. સ. ૧૦૦૩થી ઈ. સ. 1010 રાહ દયાસ મહીપાળ નામ ધારણ કરી વંથળીની ગાદીએ આવ્યું. ગુજરાતના રાજાઓને આ નબળે કાળ હતો. એટલે તેણે તે સમયને લાભ લઈ સોરાષ્ટ્રના રાજ્યને પુન: એક મહાન રાજ્ય બનાવવા પ્રયત્ન શરૂ કર્યા. મૂળરાજ મૃત્યુ પામ્ય હતે. ચામુંડ પિતાનાં પાપકર્મોના કારણે થયેલા પશ્ચાત્તાપના પરિણામે શુકલતીર્થમાં વસવા ગયે હતે. અને દુર્લભસેન પાટણની ગાદીએ હતે. તે બીમાર રહે. વળી મૂળરાજની મુત્સદ્દીગીરી કે તેના વંશજ સિદ્ધરાજનું પરાક્રમ તેનામાં હતાં નહિ. સૌરાષ્ટ્રમાં પણ કેઈ વંથળી સામે માથું ઊંચકે તેમ હતું નહિ. તેથી રાહ દયાસ દિનપ્રતિદિન બળવત્તર થતે ગયે. ગ્રહરિપુના પરાજયને હજી માત્ર એકવીસ વર્ષ થયાં હતાં. રાહ કવાટે તેનાં સિન્ડે આબુની ચડાઈમાં ભાંગી નાખ્યાં હતાં. અને તેની કોધિત મનવૃત્તિને કારણે તેણે ઉગાવાળા જેવા સહાયકને શત્રુ બનાવ્યા હતા અથવા મારી નાખ્યા હતા. એટલે ગ્રહરિપુના પરાજયના કારણરૂપ ગુજરાતના રાજા તથા મારવાડના રાજાને જીતવા માટે રાહ દયાસે સતત ચિંતા સેવ્યા છતાં તેને તક મળી નહિ. પાટણનો સ્વયંવર : દુર્લભસેને પિતાની બહેનનાં લગ્ન માટે સ્વયંવર કર્યો. તેમાં રાહ દયાસ પણ ગયે. સ્વયંવરમાં ભારતના અનેક રાજાઓ આવેલા; પણ દુર્લભસેનની બહેને વરમાળા મારવાડના રાજા મહેન્દ્રના ગળામાં આપી અને દુર્લભસેને તેની બહેનને રાજા મહેન્દ્રને પરણાવી. સ્વયંવરમાંથી નિરાશ થઈ રાહ વંથલી આવે. તે નિરાશાની આગમાં ગ્રહરિપુના પરાજ્યમાં મહેન્દ્રના પિતાએ 1. રાહ કવાટ જે વીર આવે કતદની થાય તે સંભવિત નથી. ઉગાવાળો આ વિજ્યથી ગર્વિત થયો હશે, અને કોઈ બીજા રાજ્યક્રારી કારણોસર રાહ કવાટે તેને માર્યો હશે. 2. ઘણા પાળિયા હતા. ઉગાનો પાળિયો પરસવા (પૂજવા) તેની બહેન આવી. તે ઓળખી શકી નહિ કે તેના ભાઇને પાળિયો કયો? તેથી તેણે કહ્યું “મારા ભાઈને પાળિયો નમે તે દુખણું લઉં.” તેથી ઉગાને પાળિયો નમ્યો અને રાહની માએ તેને તેલ સિંદૂર ચડાવ્યાં,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy