SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તાના હક આપવા તથા પિતાની વ્યવસ્થા કરવાનું તેમને જ સોંપવું એ આપણું કર્તવ્ય છે, એવું તે સમયના રાજકર્તા સમજતા. ખ્રિસ્તી, યહુદી વગેરે પરદેશી લોકોને પોતપોતાની રાજકીય સમાજ બનાવવા અને તેમના હકે અન્ય સમાજના હકની આડે નહીં આવે એવી તજવીજ કરવી, અને સર્વ સ્વતંત્રપણે તથા શાંત રીતે પિતાના હક ભગવે એવો વહિવટ મલબારમાં હતે. ઉપર કહેલી ત્રણ સનદમાંથી માત્ર એકની બાબતમાં બ્રાહ્મણની સંમતિ લેવાયેલી હોવાથી પહેલી સનદ ઈ. સ. 700 માં અપાયા પછી અને બીજી સનદ ઈ. સ. 774 માં અપાયા પહેલાં નંબુતિરિ બ્રાહ્મણ દક્ષિણ કાનરામાંથી મલબારમાં આવ્યા હતા, એમ સહજ ધારી શકાશે. નાયરોમાં પણ પેટા વિભાગ હતા. તેમની રહેણીકહેણી સ્વચ્છ હતી, અને સ્ત્રીઓ સ્વતંત્ર હોવાથી સમારંભમાં પુરૂષોની માફક ખુલ્લી રીતે ફરતી. એમનામાં સ્વયંવરનો રીવાજ હેવાથી સ્ત્રીઓ મોટી ઉમરની થયા પછી પિતાને પતિ પસંદ કરતી. મલબારના લેકેને હમેશાં લડાઈને ધંધો વધારે ગમતો, છતાં તેઓ ઘણું સભ્ય હતા. એઓ સાતમે વર્ષે છોકરાને કસરતશાળામાં મુકતા અને તેમને હથીઆરને ઉપયોગ કેમ કરો તે શીખવતા. કસરતથી તેમનું અંગ એટલું બધું વળતું કે જાણે તેમના શરીરમાં હાડકાંજ હોય નહીં. તેઓ શરીરે તેલ મર્દન કરતા. પોતાનાં હથીઆર માટે તેઓ વિશેષ અભિમાની હતા. કેઈનું ખુન થાય તે મરનારના છોકરાએ અથવા સગાએ શત્રુને પ્રાણુ લેજ જોઈએ એવો એમનામાં ધારે હતું. મુંબઈને ગવરનર જેનાધન. ડનકન, સર હેકટર મનરે, લાબુડને વગેરે અનેક ગૃહસ્થાએ નાયર લેકની શસ્ત્રપ્રવીણુતાની તથા શૈર્યની અતિશય તારીફ કરી છે. તેમને સરદાર લડાઈમાં 1. Johnston's relations of the most famous Kingdom in the world. (Ed. 1611). 2. Mrs. Murdoch. Brown to Francis Buchanan, beginning of 19th Century.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy