SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. 635 તેઓએ અહમદશા અબદલ્લીને હિંદુસ્તાનમાં બેલાવ્યો હતો. મરાઠા વિરૂદ્ધ ચાલેલા આ કારસ્તાનમાં નજીબખાન રેહીલાએ મુખ્ય ભાગ લીધો હતા. બેઉ પ્રજા વચ્ચે આ ઝગડો ત્રણ ચાર વર્ષ ઘણું ઝનુનથી ચાલ્યા બાદ આખરે પાણીપત્તના મેદાન ઉપર મરાઠાઓએ અહમદશા અબદલ્લીને હાથે સખત માર ખાધે, પણ તેથી મુસલમાનોને ઈચ્છિત લાભ થે નહીં, કેમકે તેમને છેવટના સંગ્રામમાં જય મળ્યો તે પણ લાંબા કાળ સુધી ચાલેલા આ ઘનઘોર યુદ્ધમાં ઉભય પક્ષને સરખી રીતે નાશ થયા હતા, અને તેથી જ અંગ્રેજોને પિતાનું રાજ્ય સ્થાપવામાં 5 સવળતા મળી હતી. પાણીપત્તની લડાઈમાં અહમદશા અબદલ્લી વિજયી થયો. તોપણ રાજ્ય સ્થાપન કરવા જેટલી તેનામાં શક્તિ રહી નહોતી. તેનું રાજ્ય થયું હોત તે અંગ્રેજોના કામમાં વિક્ષેપ પડવાનો વિશેષ સંભવ હતો. તેમને સુભાગ્યે, જે દસ વર્ષમાં મરાઠા અને મુસલમાને એક બીજા સાથે લડી નિ:સત્વ થયા, તેજ દસ વર્ષમાં એટલે સને 1757 થી 1767 સુધી તેમને પિતાનાં રાજ્યની શરૂઆત કરવા માટે યોગ્ય તક મળી. પાણીપતના સંગ્રામનું આ એક અપ્રત્યક્ષ પારણામ હતું. આથી તે ઐતિહાસિક રણક્ષેત્ર ઉપર મુસલમાનેને મળેલા જય માટે ગર્વ લેવા કંઈ ખરું કારણ નહતું એમ જણાઈ આવશે. અહમદશા અબદલ્લીએ માત્ર પંજાબ પ્રાંત પિતાના અફઘાનિસ્તાનમાંના રાજ્ય સાથે જોડી દીધું હેત પણ આ દેશને હવે પછીને ઇતિહાસ ઘણે અંશે બદલાઈ જાત. અહમદશાના પાછા ફરવાથી ઉત્તર હિંદુસ્તાનને ઉપર કહેલ સઘળો પ્રદેશ કોઈ પણ જોખમદાર સત્તાધીશ ના દેરથી છૂટો થઈ ગયે, કેમકે દિલ્હીને નામધારી બાદશાહ, અયોધ્યાને વ્હીકણુ વઝીર અને બંગાળાને નિઃસવ નવાબ એટલાજ કંઈક મહત્વના દેશી અધિકારીઓ બાકી રહ્યા હતા. આ અધિકારીઓને પિતપતાને સ્થાને ચુપ બેસાડવા જેટલું સામર્થ્ય અંગ્રેજોમાં હતું એમાં કંઈ નવાઈ નહતી. આટલું છતાં પણ મરાઠાઓ સર્વોપરી થઈ અંગ્રેજોને અડચણરૂપ થઈ પડતું. તેમના ખાસ દેની ગણના નહીં કરીએ તે પણ તેમના કામમાં Sir Alfred Syall.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy