SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. દેલત વધતાં લોકેની જશેખની તૃષ્ણ પ્રદિપ્ત થઈ, ભવ્ય અને સુંદર ઈમારતે ઉભી થવા માંડી, અને લેકેનું ધ્યાન સાંદર્ય અને ખુબસુરતી તરફ દેડવા લાગ્યું. વળી આ સંસ્થાએ અનેક દેશનો ઉદ્યોગ ઉત્તેજીત કર્યો. સ્વીડન અને પિલંડનાં જંગલો ઉખેડી તે જગ્યાએ સુંદર ખેતરે તૈયાર કર્યો, અને ખાણને ઉદ્યોગ શરૂ કર્યો. એ સમાજના પ્રયાસથી ઉત્તર દક્ષિણ યુરોપમાં માલની અદલાબદલી થવા માંડી એટલે વેપારીઓને વધુ ફાયદો થશે. ઉત્તરમાંથી રીંછ અને વરૂનાં ચામડાં દક્ષિણમાં આવવા લાગ્યાં, અને તેને બદલે ત્યાંથી રેશમી અને સુતરાઉ કાપડ ઉત્તરમાં આવ્યાં. આથી મોટાં મોટાં રાજ્યો સામે ટકકર ઝીલવાની આ વેપારી સમાજમાં શક્તિ આવી. વખત જતાં એની વખારે લંડન સુદ્ધાં આખા યુરોપમાં પથરાઈ ગઈ અને પરિણામમાં યુરેપનાં અનેક રાજ્યોની સુધારણું તથા ઉદય થયો. અજ્ઞાન અને જંગલી સ્થિતિમાં સબડતાં રાજ્યને ઉદ્ધાર થતાં તેઓએ સમાજની સત્તા તેડી. ઐયતાથી કેવું પરિણામ આવે છે અને વેપાર ઉપર તેની કેવી અસર થાય છે તે આ હકીકત ઉપરથી આપણને જેવાને બની આવે છે. મરીને સૈન્યુડ નામના વેનિસના એક ગૃહસ્થ ચૌદમા સૈકાના આરે. ભમાં દુનીઆના વેપારની સ્થિતિના કરેલા વર્ણન ઉપરથી જણાય છે કે એ સમયે પૂર્વમાંથી ભારે કિમતને અને થોડા વજનનો માલ ઈરાની અખાતને રસ્તે યુટીસ નદીમાં થઈને ભૂમધ્ય સમુદ્ર ઉપર આવતે; અને ભારે માલ રાતા સમુદ્રમાંથી એલેકઝાન્ડીઆમાં આવતે. અહીંથી એ માલ ફૉરેન્સ, છનો તથા વેનિસના વેપારીઓ યુરોપના દક્ષિણ કિનારા ઉપર લાવતા, અને ત્યાંથી હંસસમાજના વેપારીઓ ઉત્તરમાં જર્મન સમુદ્રના કિનારા લગી લઈ જતા. યુરોપમાં ચારસો પાંચ વર્ષ લગી જ્યારે આગગાડી તથા આગબો નહતાં ત્યારે મોટી મોટી જાત્રાઓ ભરવાને પ્રચાર હતો. નિરનિરાળે દિવસે પ્રત્યેક શહેરમાં જાત્રા ભરાતી અને તેમાં માલને ઘણે ઉપાડ થતો. 4 ફેબ્રુકી અને માકપલને પ્રવાસ-મુસલમાનેએ કૅન્સે.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy