SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 553 માટે નવાબને આટલા બધા ગુસ્સે થવાનું તેમજ આટલા સમ ઈલાજ લેવાનું કારણ નહોતું એમ અંગ્રેજોનું કહેવું છે. નવાબના જુલમથી ત્રાસી ગયેલા હિંદીઓ ઉકત બનાવો ઘણી ઉત્સુકતાથી જોતા હતા. 5. કાસીમબજારની વખારની પડતી (જુન 1 લી, સને ૧૭૫૬)–ઉપરના બનાવો બનતા હતા ત્યારે સુરાજ-ઉદ-દૌલા મુર્શિદાબાદની ઉત્તરે ત્રણ માઈલ ઉપર રાજમહાલમાં હતા. અહીંથી તેણે બે હુકમ કહાવ્યા. પહેલે કાસીમબજારમાંની અંગ્રેજી વખાર કબજે લેવાને, અને બીજે કલકત્તાના અંગ્રેજોને નાસી જવાને માર્ગ બંધ કરવા માટે તથા નીચેથી બીજી મદદ તેમને મળતી અટકાવવા માટે દરીઆ તરફ નદી કિનારે આવેલું તેમનું મકબાનું થાણું હસ્તગત કરવાને. કાસીમબજારની વખારને મુખ્ય અધિકાર ભોગવનાર તથા અહીંના વહિવટથી સારી રીતે વાકેફગાર થયેલા મી. વેટસની ઉમ્મર આ વખતે 38 વર્ષની હતી. નવાબનાં ફરમાન મુજબ તા. 24 મી મે, સને ૧૭પ૬ ને દીને તેને સેનાપતિ મીરઝા ઉમરબેગ લશ્કર લઈ કાસીમ બજારની વખાર ઉપર આવ્યો. ઉમરબેગને ખુદ નવાબનાં મનના વિચારો માલમ ન હેવાથી તેણે અંગ્રેજ, વલંદા તથા કેન્ય ત્રણેની વખારને ઘેરો ઘાલ્યા, પણું વેટસને અનસામગ્રી વગેરે મેળવવામાં કંઈ પ્રતિબંધ કર્યો નહીં. આ ઉપરથી વેટસને લાગ્યું કે આ સઘળી ધામધુમ માત્ર પૈસા કહેડાવવા માટે હતી. પણ વળતે દિને વલંદા તથા કેન્ચ વખારો પડતી મુકી સઘળી ફાજ અંગ્રેજો ઉપર આવી ત્યારે વેટસ ગભરાયો, અને કલકત્તેથી એકદમ મદદ મંગાવી. તેણે નવાબ સાથે સલાહ સંપથી વર્તવા ગવર્નરને જદીવ્યું; તે પ્રમાણે કન્સિલે કલકત્તા નવાબને પત્ર લખ્યું પણ તે તેને પહોંચ્યો નહીં, અને વેટસને ખબર કરી કે “વધારે મદદ મેકલી શકાતી નથી. તમારી પાસે જે માણસો છે તેટલાથી ચોમાસા સુધી સહેલાઈથી નિભાવ થશે.” એ પત્ર વેટસને પણ મળ્યો નહીં. એટલામાં અહીં વેટસ ઘણી જ ભયંકર મુશ્કેલીથી ઘેરાઈ પડ્યો હતો. તેની પાસે ફક્ત 50 માણસો હતા, અને તેમાંના માત્ર અડધાજ યુરોપિયન હતા; તપ તદ્દન નિરૂપયોગી હતી. આ હકીકતમાં લડાઈમાં તેને ટકાવ થવાને નહોતે, અને તેમાં યશ ન મળ્યો તે
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy