SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 547. છે. પૂર્વના બાદશાહને કરબ એ વખતે ચાલુ હેત તે આવું ફરમાન નિકળવા પામતે નહીં; છતાં આટલી મોઘમ અને ઉદાર કલમથી અંગ્રેજોને સંતોષ થયો નહીં. આ સઘળા ઉપરથી ખરૂં કહીએ તે અંગ્રેજ તથા નવાબ વચ્ચે ઝપાઝપી થવાની સર્વ સામગ્રી સુરાજઉદ-દૌલાના ગાદીએ બેઠા અગાઉ તૈયાર થઈ હતી. ખુદ અંગ્રેજોને પણ એ માટે વસવસે થયા કરતે હેવાથી એક વખત ઝપાઝપી થાય તે સારું એમ તેમને લાગતું. સને 1752 માં થયેલા ઓર્મનાં લખાણ ઉપરથીજ આ સઘળું પુરવાર થાય છે. બિચારા વલંદા અને ફ્રેન્ચ લેકેની સ્થિતિ કંઈક નિરાળા પ્રકારની હતી. તેમને બાદશાહ તરફથી કંઈ ફરમાન મળ્યાં હતાં નહીં, વલંદા લેકે વેપાર સિવાય બીજા કોઈ પણ નાદમાં પડ્યા નહતા; ફ્રેન્ચ લેકની સત્તા ઘણું હતી, અને તેમને એકંદર વ્યવહાર દેશીઓને પ્રિય હતે. બંગાળાની આવી સ્થિતિ હતી ત્યારે અલીવર્દીખાન મરણ પામે. એ વેળા ભવિષ્યમાં જે રાજ્યક્રાન્તિ થવાની હતી અને જેને સુરાજ-ઉદ-દૌલા કારણરૂપે હતા એમ ઈતિહાસકારે લખે છે, તે રાજ્યક્રાન્તિની સઘળી તૈયારી અગાઉથી જ થઈ ચુકી હતી. સુરાજ-ઉલ-દૌલા માત્ર નામનોજ કારણરૂપ હતો. સઘળી તરફથી કલાઈવ જેવા નિરંકુશ પુરૂષના આવવાની જ રાહ જોવાતી હતી. 4 સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સો ઉશકેરવાનાં કારણે નવાબ અલિવદખાન મરણ પામતાં તેના વારસામાં બંગાળાની ગાદી માટે ટે થયો. તેની ત્રણ છોકરીનાં લગ્ન તેના ભાઈના ત્રણ છોકરાઓ સાથે થયાં હતાં. એ જમાઈઓને તેણે નિરનિરાળા પ્રાંતમાં મેટા એદ્ધાઓ આપ્યા હતા.+ મરણ સમયે સુરાજઉદ-દૌલાને દત્તક લઈ તેને અલિવદખાને નવાબગિરી સુપ્રત કરી હતી પણ તેનું મરણ નીપજતાં તેના પૌત્ર માંહોમાંહે વઢવા લાગ્યા. તેઓ મળેલા કારભારથી ગબર થયા હતા, અને * બંગાળામાં થયેલી રાજ્યક્રાનિત તથા તે વેળાનાં કાવત્રાને અંગ્રેજોને પત્ર વ્યવહાર સરકાર મારફત પ્રસિદ્ધ થયો છે તે ઉપરથી આ પ્રકરણમાંને મજકુર લખ9141 2410341 9. Hill's Bengal Records, 1757, Vols 1-3. + વંશાવળી જુઓ. (પૃષ્ઠ-૫૩૯).
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy