SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ 445. પ્રકરણ 16 મું.] કર્નાટકમાં પહેલું યુદ્ધ. ડુપ્લેને કંઈ મેટો ફાયદો નહોતે. આરમાર સિવાય લશ્કરને કોઈની મદદ મળે નહીં, અને યુદ્ધનો માર્ગ* મૂળબિંદુથી લડાઈના આખર ટુંકા લગી એક સરખો પિતાના તાબામાં હોવો જોઈએ એ બાબત ડુપ્લેના લક્ષમાં રહી નહીં એ તેની એક મોટી ગફલતી ગણી શકાય. વાસ્તવિક રીતે , હિંદુસ્તાનમાંની સત્તાનાં મૂળ યુરોપમાં મજબૂત બેઠેલાં હોવાં જોઈએ. ત્યાં મૂળ પાયો સહજ પણ ડગમગતાં અહીંનું રાજ્ય એકદમ ગબડી પડે એ ઉપરનાં યુદ્ધને નિષ્કર્ષ ઐતિહાસિક અભ્યાસથી મન ઉપર ઇસ્યા વિના રહેતું નથી. યુરોપિયન પ્રજાનાં આરમારની યોગ્યતા કેવી હતી, અને દરેકની શક્તિ તથા બળ કેવાં હતાં એજ ડુપ્લેને ખબર નહોતી. યુરોપમાં થયેલાં દારૂણયુદ્ધને પરિણામે કાન્સને કાફલે ઘણખરે નાશ પામ્યો હતો, અને ઈગ્લેંડને કાફલ પુષ્કળ જેર ઉપર આવ્યા હતા. એ સંગ્રામમાં કાન્સ હોલેન્ડને કચડી નાંખ્યું ખરું, પણ તેથી ઇંગ્લંડને એક શત્રુ અચાનક કમી થઈ ગયે. વળી ઈંગ્લેંડનું દરીઆઈ બળ વધી જતાં કાન્સનો સઘળો વેપાર નાશ પામે, અને જો કંપનીને પિતાની હસ્તી માટે ધાસ્તી ઉ૫જી. આમ થવાથી કંપનીની વ્યવસ્થા સુધારવા માટે ફ્રેન્ચ સરકારે નવા અધિકારીઓની નિમણુક કરી પણ તેથી ઘાંટાળો વિશેષ થશે. કેન્ચ કંપની ગરીબ થતાં કરજમાં ડુબી ગઈ હતી. કાન્સની પણ લગભગ તેવી જ સ્થિતિ હતી. ઈગ્લડ વેપારમાં સધન થયું હતું, અને તેને કાફલો પણ અત્યંત પ્રબળ અને તૈયાર હતો. અંગ્રેજ ઈસ્ટ ઇન્ડીઆ કંપની પિતાનો વહિવટ અત્યંત સ્વતંત્ર રીતે ચલાવી સરકારની બહુ દરકાર રાખતી નહીં. ઉલટી ઈંગ્લંડની સરકાર ઘણે અંશે તેના ઉપર અવલંબી રહી હતી. કેન્ય કંપનીની સ્થિતિ આથી તદન ઉલટી હતી. કેચ લેકે બુદ્ધિમાન અને શરા હતા, પરંતુ કાન્સના રાજાઓના જુલમ હેઠળ કચડાઈ જવાથી તેઓની ઘણી અવદશા થઈ હતી. અંગ્રેજોને કારભાર જંગલમાં સ્વેચ્છાથી ફલિતાં એક પ્રચંડ વૃક્ષની પેઠે સઢ અને પ્રબળ થતા જતા હતા. સ્વતંત્ર સંસ્થાને લીધે રાષ્ટ્રને ભાગ્યદય કે થાય છે, અને તેથી ઉલટું લેકોની સંસ્થાને * Line of Communicaticn.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy