SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ 380 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તે ભાંગી પડી. હજી પાર્લામેન્ટમાં ચાલતે બન્ને કંપનીને પરસ્પર વિરોધ અટકે નહે. સને 1697 માં ત્રણ હજાર વણકરેએ ચાઈલ્ડના ઘરપર હલ્લો કરી કંપનીને પ્રજાને લૂટયો. બીજે વર્ષે જેમ્સ રાજાને વ્યાજે નાણું જોઈતું હોવાથી ઈસ્ટ ઇન્ડીઆ કંપનીએ 70 લાખ રૂપીઆ 4 ટકાને વ્યાજે ધીરવા માગણી કરી; તેની સામા બીજી કંપનીએ બે કરોડ રૂપીઆ 8 ટકાને વ્યાજે રાજાને આપવા પિતાની ખુશી બતાવી. તેજ વર્ષમાં નવીન કંપની સ્થાપન કરવા માટે કાયદે પાર્લામેન્ટ પસાર કર્યો, અને તેજ કંપનીની માગણી રાજાએ સ્વીકારી. આવી રીતે કંપની પાસેથી વ્યાજે નાણાં લઈ અથવા નજરાણું લઈ તેને જરૂરના હક આપવાને વહિવટ અગાઉના વખતથી ચાલુ હતું એ આપણે પાછળ જોયું છે. આ નવી કંપનીએ બે કરોડ રૂપીઆ રાજાને ધીરવા, અને બીજા બે કરોડનું ભંડોળ ઉભો કરી હિંદુસ્તાન વગેરે દેશ સાથે વેપાર ચલાવવો, ગમે તે અંગ્રેજને કિંવા પર મુલકના માણસને કંપનીના શેર લેવામાં અડચણ નાંખવી નહીં, ધીરેલી રકમના વ્યાજમાં મીઠું, મરી વગેરે કેટલીક જણ ઉપર કંપનીને જકાતની માફી મળે અને ત્રણ વર્ષ બાદ જાની કંપની વેપાર કરતી અટકે, એ પ્રમાણે ઠરાવ થયો હતે. આ કંપનીનું નામ "The English Company Trading to the East Indies' 214914i 24loj હતું, અને દેવું ફીટે ત્યાં સુધી તેની સનદની મુદત હતી. આ નવી કંપનીમાં 31 લાખના શેર એકલી જુની કંપનીએ લીધા, અને ત્રણ દિવસમાં બે કરોડનું ભંડોળ જમે થયે, એટલા ઉપરથી આ વેપારના નફા ઉપર લેકેને કેટલો ભરેસે હવે તે જાહેર થાય છે. રાજા વિલિઅમની આ સનદ ઘણી વિસ્તારથી લખેલી છે, અને તેમાં હિંદુસ્તાનના વેપાર માટે ચાલેલી સઘળી ભાંજગડને ઇતિહાસ આપવામાં આવ્યો છે. જુની કંપનીનું અનુકરણ કરી રાજાએ નવી કંપનીને કારભાર ચોવીસ સભાસદની કમિટિને સોંપે, અને તેમને ડાયરેકટરની પદવી આપી. લીલામ મીણબત્તી બાળી કરવાં, 500 ટન સુરોખાર ખરીદભાવે સરકારને પુરે પાડવો, હિસાબના ચેપડા સઘળાને જોવા માટે ખુલ્લા રાખવા, પ્રત્યેક પાંચ હજારના શેર લેનારા નવ આસા
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy