SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 258 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હતું પરંતુ બીજી દિશામાં જવાની અંગ્રેજો માટે તે વેળા જોગવાઈ નહોતી એ તે સારી પેઠે જાણ હતે. . . આવી રીતે એક ઘાના બે કકડા કરવાનો વિચાર રોના મનમાં ઘોળાયા કરતે હો તેવામાં એક અકલ્પિત વાત બની. મુકરબખાન કરીને એક સરદાર અંગ્રેજો વિરૂદ્ધ ઘણી સખત લાગણી ધરાવતો હતે. છતાં તેણે આવે પ્રસંગે તેમની તરફથી કંઈ નજરાણું મેળવવાની આશાએ દરબારમાં રાની ગેરહાજરીનું ખરું કારણ બાદશાહને જણાવ્યું. તરતજ બાદશાહે તેની મારફત રેને ખબર કરી કે “અમે તમને દરબારની બંધી કરી નથી.” પરંતુ આસફખાનને છોડી મુકરબખાન ઉપર ભરોસો મુકવાનું એને પસંદ પડયું નહીં. બીજી તરફ મુકરબખાને ઉપાડેલી ખટપટથી આસફખાન પણ રોને સમજાવી લેવા મહેનત કરવા લાગ્યા. આ સઘળી ખટપટના પરિ. ણામમાં રે તા. 25 મી જુને દરબારમાં પાછો ગમે ત્યારે બાદશાહે તેને પૂર્વની માફક સત્કાર કર્યો, પણ આટલા દિવસ દરબારમાં ન આવવાનું તેને કારણ પુછ્યું નહીં. એ પછી ઝુલફીકારખાન અને શાહજાદા ખુરેમ દક્ષિણમાં લડાઈ ઉપર જતા હેવાથી ઝુલફીકારખાન ઉપરની ફરીઆદની ત્વરાથી તપાસ થવા લાગી. કેટલીક ભાંજગડ પછી તા. 9 મી જુલાઈએ કંઈક નિકાલ થયો, તે પણ ઘણી આનાકાની પછી તા. 5 મી ઑગસ્ટે સંપૂર્ણ પતાવટ થઈ, એવું રેએ પિતાની ડાયરીમાં લખ્યું છે. એણે માગેલી સઘળી જ રકમ તેને મળી હોય એમ જણાતું નથી, છતાં મેગલ દરબારના સર્વશક્તિમાન રાજપુત્રના મિત્રને થોડે ઘણે પણ દંડ આપ પડે, એ અંગ્રેજ એલચીએ છેડે પ્રયત્ન કરેલ કહેવાય નહીં. બીજા અધિકારીઓ ઉપર પણ આની અસર સારી થઈ. શાહજાદા તથા રે વચ્ચે દેખાતે સ્નેહ બંધાય; બાદશાહે તેને સારો સત્કાર કર્યો, અને આસફખાને પણ તેની સાથે દસ્તી કરવા માંડી. આ ભાંજગડ ચાલતી હતી તે દરમિયાન વિલાયતથી આવેલી એક સુંદર તસવીર એ બાદશાહને નજર કરી અને ગર્વ કર્યો, ‘કે આપના દેશમાં એની નકલ ઉતરાવી અને એક ઠેકાણે મુકશે તે પણ આ તસવીર નક્કી
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy