SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 210 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે અને આવું મોટું સાહસ ઉપાડવા માટે તેઓ નાલાયક હતા. આ પહેલેજ કાફલૈ ગયા પછી ટૅમસ સ્ટીફેન નામના એક અંગ્રેજ ગૃહસ્થ હિંદુસ્તાનના વિપારની પુષ્કળ હકીકત ઈંગ્લંડ લખી મોકલી : ફાધર ટોમસ સ્ટીફન (ઈ.સ. 1569-1619). એને જન્મ ઈગ્લેંડમાં સેલ્સબરી ગામ પાસે સને 1549 માં થયેલ હતું. એને પિતા લંડનને વેપારી હતા, અને તેણે એને નાનપણથી જ ધંધામાં નાંખ્યો હતો. પણ તેમાં એની કંઈ આવડત ન ચાલવાથી તે સફર્ડની ન્યૂ કૉલેજમાં દાખલ થઈ ગ્રેડયુએટ થયા. એ દરમિઆન ટૅટેસ્ટંટ ચળવળ વિરૂદ્ધ અને રોમન કેથલિક પંથની તરફેણમાં એણે અનેક વેળા જુસ્સાદાર તકરાર ચલાવી હતી. તે જ વખતે ચૅમસ પાઉન્ડ (Thomas Pound) નામને એક વિદ્વાન કેથલિક પંથની વૃદ્ધિ માટે મહેનત કરતે હતું તેની સાથે સ્ટીફનને દસ્તી થઈ. પાઉન્ડની વર્તણુક લોકોને નહીં પસંદ પડવાથી તેને માથે કારાગૃહનું સંકટ આવી પડયું, અને તેને ત્રીસ વર્ષ અસહ્ય વેદના ભેગવવી પડી. આ તોફાનમાં સ્ટીફન તેના દુશ્મનની દ્રષ્ટી ચકાવી રોમ નાસી ગયે, અને ત્યાં સોસાયટી ઑફ ઇઝસ એટલે જેનુઈટ નામના પંથમાં દાખલ થશે. આ પંથનું જોર પિડુંગલમાં વિશેષ હેવાથી એ પછી સ્ટીફન લિમ્બન ગયો. તે વેળા ત્યાં હિંદુસ્તાનના લેકને ખ્રિસ્તી ધર્મમાં વટાળવા માટે જબરો પ્રયત્ન થતે જોઈ આવું ધાર્મિક કામ કરવાના ઉદેશથી તેલિબનથી ઉપડી સને 1579 ના અકટોબરમાં ગવે આવ્યો. હિંદુસ્તાનની જમીન ઉપર પગ મુકનાર એજ પહેલે અંગ્રેજ હતું. ગે આવ્યા બાદ સ્ટીફને પ્રવાસની સર્વ હકીકતનો પત્ર પોતાના પિતાને લંડન મેકલ્યો. એ પત્રમાં તેણે હિંદુસ્તાનની સ્થિતિ તથા વેપાર સંબંધી જે ખબર આપી હતી તે ઇંગ્લંડમાં ઘણી ઉપયોગી થઈ પડી. અહીં દેશી લેકને વટાળવાનું કામ પોર્ટુગીઝોએ ઘણું સપાટાબંધ ચલાવ્યું હતું તેમાં ફાધર સ્ટીફને ઘણી અગત્યની મદદ આપી. ગોવેથી તે સાષ્ટી ગયો અને ત્યાં જ પોતાના કામમાં મશગુલ રહી જીંદગી પુરી કરી. સાષ્ટીની તત્કાલીન સ્થિતિ વિશે તેણે એવું લખ્યું છે કે “અહીંના ઘણાખરા હિંદુ લેક શરા તથા પિર્ટુગીઝ લેકેને અંતઃકરણથી
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy