SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 126 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કાફલાને મુખી ડેમ લિમા સ્વભાવે ઘણે કુર હોવાથી વસઈ, દમણ, સુરત, હસેટ વગેરે કિનારા ઉપરના પ્રદેશો બાળ, લૂંટતે તથા અનેક રીતે તેને નાશ કરે તે દીવ આગળ આવ્યું. આ કાફલાની સાથે ગવર્નર કે પણ હતો. આ મદદ આવી પહોંચતાં પોર્ટુગીઝ લેકે કિલ્લા બહાર નીકળ્યા, અને જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ મેદાનમાં પડેલા મુસલમાને ઉપર ટુટી પડ્યા. ત્રણચાર ખુનખાર લડાઈઓ થયા પછી આખરે રૂમખાન તથા તેના અનેક બહાદુર સરદારે લડતાં માર્યા જવાથી મુસલમાનો દીવ આગળથી પાછા હઠયા, અને તેમની તે તથા પુષ્કળ યુદ્ધસામગ્રી પર્ટુગીઝાને મળી. ખંભાતના નવાબે આ પરાજયની હકીકત સાંભળતાંજ પિતાના તાબામાંના અઠ્ઠાવીસ પોર્ટુગીઝ કેદીઓને શિરચ્છેદ કરાવ્યો. મળેલી ફતેહથી જુલાઈ જઈ પોર્ટુગીઝએ ખંભાત, ઘોઘા વગેરે બાળી નાખ્યાં, સુરત સૂર્યું અને નિરપરાધી રૈયતની કતલ કરી પિતાનું કુરપણું બતાવ્યું. કૅસ્ટોએ વિજાપૂરના આદિલશાહ સાથે શરૂ કરેલા યુદ્ધમાં આદિલશાહને પરાભવ થયો, અને ડાભેલ બંદર પોર્ટુગીઝોને મળ્યું. આખરે સને 1547 માં બન્ને વચ્ચે સલાહ થઈ. દીવના વિજયની ખબર યુરોપ પહોંચતાં રાજા તરફથી કંસ્ટેને સાબાશી મળી, અને તેને હિંદમાં પર્ટુગલના વાઈસયની પદ્ધી આપવામાં આવી. કૅસ્ટ સને 1548 માં મરણ પામ્યા. આબુકર્ક પછી થયેલા અનેક ગવર્નરેમાં એ એક મહાન અને પ્રતિષ્ઠિત નર લેખી શકાય. જેવી રીતે આબુકર્ક ગોવા સર કરી ભારે કીર્તિ મેળવી હતી તેવી જ રીતે દીવા કબજે કરી કંસ્ટ્રેએ પિતાની કીર્તિ પોર્ટુગીઝ ઇતિહાસમાં અમર કરી છે. 4. સને 1548 થી 1580 સુધીમાં આવેલા અધિકારીઓકેસ્ટ્રની પછી આવેલા ગવર્નર ગાશિઆ ડ સાએ ગુજરાતના સુલતાન ત્રીજા મહમુદશાહ સાથે સલાહ કરી દીવને કિલ્લે હમેશ માટે પોર્ટુગીઝ સારૂ મેળવ્યો, પણ તેની આસપાસના મુલક સુલતાનના અધિકારમાં રહ્યો. એ અમલદાર સને 1549 માં મરણ પામે એટલે પોર્ટુગલથી અન્સો ડ નોરોના વાઈસરૉય તરીકે આવી પહોંચે તે અરસામાં વસઈને અધિ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy