SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ લેગર્સ મહાસૂત્ર તાત્પર્ય કે જેમને જોતાં જ આપણને વંદવાનું, પૂજવાનું, સત્કારવાનું, સન્માનવાનું મન થાય ઉમળકો આવે અને જેઓ પિતાને આ ભવ પૂરે થયે અવશ્ય મોક્ષમાં જવાના હેય, તેમને અરહંત સમજવા. સામાન્ય કેવળીઓ પણ પોતાને આ ભવ પૂરે થયે અવશ્ય મોક્ષમાં જનારા હોય છે, પણ તેમને ઉપર જણાવ્યું તે પૂજાતિશય નથી, એટલે આ વસ્તુને અરહંતની વિશેષતા સમજવાની છે. અહીં કેઈ એમ કહેતું હોય કે “આ જગતમાં - વંદન, પૂજન, સત્કાર-સન્માન તે ઘણા પામે છે, શું તેને • આપણે પૂજાતિશય સમજ?” તેને ઉત્તર એ છે કે આ જગતમાં જે વંદન, પૂજન, સત્કાર–સન્માન થાય છે, તે મોટા ભાગે વ્યવહારથી થતા હોય છે, તેમાં અંતરને ઉમળકે બહુ ઓછા હોય છે અને કદાચ અંતરનો ઉમળકે - હોય તે પણ તે ઉત્કૃષ્ટ કેટિને તે હોતે જ નથી. જ્યારે આ ઉમળકામાં તે પૂજ્યભાવને અતિરેક હોય છે, તેથી જ તેને પૂજાતિશય કહેવામાં આવે છે. તાત્પર્ય કે સામાન્ય વંદન-પૂજન-સત્કાર-સન્માનની ગણના પૂજાતિશયમાં થઈ - શકે નહિ. - મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “નરામરાસુર *णं सव्वरसेव जगस्स अट्टमहापाडिहेराइपूयाइसओवलक्खियं अण्णणसरिसमचिंतमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति - તિ અર્હતા ! મનુષ્ય, દેવતા અને દાનવાળા આ સમગ્ર - જગતના તેમ જ આઠ મહાપ્રાતિહાર્યના પૂજાતિશયથી
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy