SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૧ ગ્રંથમાં તેની એક દ્રવ્ય તરીકે ગણના થયેલી છે, ત્યારે તેની ઉપેક્ષા કરી શકાય નહિ. જૈન શાસ્ત્રો કહે છે કે આ લોક ચૌદ રાજપ્રમાણ ઊંચે છે અને કેડે હાથ દઈને ઊભેલા પુરુષના જેવા આકારવાળે છે, તેને સામાન્ય રીતે ચૌદ રાજલક કહેવામાં આવે છે. આ રાજનું માપ ઘણું મોટું હેવાથી તે ગજ કે ગાઉથી કહી શકાય એવું નથી, એટલે તેનો ખ્યાલ ઉપમાનથી આપવામાં આવ્યું છે. જેમકે એક–નિમિષમાત્રમાં– આંખના પલકારામાં એક લાખ જન જનારે દેવ છ માસમાં જેટલું અંતર કાપે, તેને એક રાજ સમજવું. અથવા ૩, ૮૧, ૨૭, ૯૭૦ મણને એક ભાર, એવા હજાર ભાર મણના લોખંડના તપાવેલા ગોળાને આકાશમાં ફેંકવામાં આવે અને તે ૬ માસ, ૬ દિવસ, ૬ પહેર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે, તેને એક રાજ સમજવું. આ ઉપમાન સાંભળીને ભડકશે નહિ. આજના વૈજ્ઞાનિક પણ ગ્રહ–તારા વગેરેની ઊંચાઈ બતાવવા પ્રકાશવર્ષ જેવા ઉપમાનેને જ ઉપયોગ કરે છે કે જેની સંખ્યા ઘણું જ મેટી છે. જ્યાં અંકસંખ્યા ઓછી પડતી હોય, ત્યાં ઉપમા વિના કામ ચાલે જ નહિ. વર્તમાન ભાષામાં કહીએ તે આ લોક અબજો કીલોમીટરમાં વિસ્તરે છે. જૈન શામાં ચૌદ રાજલેકનું વર્ણન થયેલું છે. તેને સાર એ છે કે સાત રાજથી કંઈક અધિક ભાગમાં અલેક આવેલ છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy