SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ લાગસસૂત્ર જિનભક્તિનું ઘોતક છે, ૪૫. ભક્તિ તરફ વળ્યા નહિ તે વાત વણસવાની. પછી જિનભક્તિના રંગ ચઢવા મુશ્કેલ ! આ વસ્તુ જાણવા છતાં ઘણા માતાપિતાએ પેાતાનાં બાળકોને જિનભક્તિના સંસ્કાર આપતા નથી, એ કેટલુ શેાચનીય છે ? બાળક ખેાલતુ થાય, ત્યારથી જ તેને જિન, અરિહંત, મદિર, પૂજા વગેરે શબ્દો શીખવવા જોઈ એ અને પેાતાની સાથે જિનમદિરે લઈ જવા જોઈ એ. વળી ગુરુદનના યાગ હોય, ત્યાં પણુ તેમને સાથે રાખવા જોઈ એ. · એ શું સમજે ? ' એમ કહીને તેમની ઉપેક્ષા કરવી નહિ. બાળપણમાં મન પર પડેલે સંસ્કાર આગળ જતાં ઉગી નીકળે છે, એ એક હકીકત છે, તેથી આ અવસ્થામાં તેને જિનભક્તિના સંસ્કાર અવસ્ય આપવા જાઇએ. આગળ જતાં વ્યાવહારિક વિદ્યાભ્યાસની શરૂઆત થાય, ત્યારે તેને પાઠશાળામાં માકલી ધાર્મિક શિક્ષણ અપાવવું જોઈ એ અને એ રીતે તેના જિનભક્તિના સ ંસ્કાને નવપલ્લવિત કરવા જોઈ એ સત્સંગ, સથાનુ વાંચન, ગુરુમુખેથી અપાતા ઉપદેશનું શ્રવણુ, ધાર્મિક ઉત્સવ–મહાત્સવા, તી યાત્રા એ બધાયે આપણા અંતરમાં જિનભકિતની જ્યાત જવલંત રાખનારાં સાધના છે, એટલે . તેને લાભ લેવા ચૂકવું ન જોઈ એ. જિનભકિત આપણું કર્તવ્ય છે, તે અંગે થાડાં વચને સાંભળી લે. તે મહાપુરુષાએ ઉચ્ચારેલાં છે. ' देवपूजा गुरूपास्ति, स्वाध्यायः संयमस्तपः । दानव्चेति गृहस्थानां, षट् कार्याणि दिने दिने ॥
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy