SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ મહાસૂત્ર ઉક્ત ૮૪ આગમાંથી આજે ૪૫ આગમે વિદ્યમાન છે, જે આપણા અંધકારમય જીવનમાં દીપકનું કામ કરે એવાં છે. તે અંગે શ્રી વીરવિજયજી મહારાજનાં વચને સાંભળે ? આગે આગમ બહુ હતાં, અર્થ વિદિત જગદીશ કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પીસતલીશ. આથમતે કેવળરવિ, મંદિર દીપક જત; પંચમ આરે પ્રાણીને, આગમને ઉધોત. અહીં એક વસ્તુ અમે ભારે હૈયે જણાવવા ઈચ્છીએ છીએ કે આગની આ સંખ્યા પરત્વે જૈન સમાજમાં એકમતી. પ્રવર્તતી નથી. દિગમ્બર સંપ્રદાયને મત એવો છે કે આજે એકે ય આગમ વિદ્યમાન નથી, પરંતુ આ મતમાં અભિનિવેશનું પ્રમાણ અધિક હોવાથી વિદ્વાને તેને અમાન્ય કર્યો છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય ૪૫ પૈકીના ૩૨ આગમને જ સ્વીકાર કરે છે. બાકીનાં આગમે નહિ માનવાનું મુખ્ય કારણ તેમને મૂર્તિ પૂજા અંગેનો વિરોધ છે. પરંતુ આજે ઉક્ત બંને સંપ્રદાયમાં આ વિષેધનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તેઓ પણ બાકીના તેર આગમને આદરપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા છે. આપણું આચાર્યોએ આ ૪૫ આગમનું છ ભાગમાં વર્ગીકરણ કર્યું છે, તે આ પ્રમાણે ઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના (પ્રકીર્ણક), ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર અને ૨ ચૂલિકાસૂત્ર. તેનાં નામેથી આપણે પરિચિત થઈએ.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy