SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ લેગર્સ મહાસૂત્ર પ્રથમ શિક્ષક બન્યા અને છાત્રાના જીવનઘડતરમાં ઊંડી રસ લેવા લાગ્યા. એ વખતે રાજ પ્રાતઃકાલના છ વાગતાં પ્રાના થતી. તેમાં અમે લોગસ્સસૂત્રને પાઠ દાખલ કર્યાં. ઘીના દીપક પ્રગટાવીને સીતારના મધુરા વાદન સાથે અમે એ પાઠ કરતા, ત્યારે વાતાવરણમાં વિશદતા છવાઈ જતી અને અમારાં હૈયામાં જિનભક્તિના ભવ્ય રંગ છટકાવા લાગતા. આજે પણ એ દૃશ્ય યાદ આવે છે અને અમારું હૃદય ભાવિવભાર મની જાય છે. સને ૧૯૩૭–૩૮ માં મુંબઈ આવ્યા, ત્યારે આર્થિક મુશીબતમાંથી પસાર થતા હતા, પણ લેગસ અમારો સાથી હતા. તે અમને વિમલ મતિ અને સુદૃઢ શ્રૃતિનુ સિંચન કર્યાં કરતા. ત્રણ ચાર વર્ષે મુશીખતમાં ઓટ આવી અને જીવનપ્રવાહ સરલતાથી ચાલવા લાગ્યા. એ વખતે અમને એવા વિચાર આવ્યે કે સાંવત્સરિક પ્રતિક્રમણપ્રસંગે ૪૦ લોગસ્સને! કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, એટલે ૪૦ લેગસ્મની ગણનામાં પાપનિવારણની તથા આધ્યાત્મિક વિકાસની અદ્ભુત શક્તિ હોવી જોઇએ; અને અમે મુબઈમાં વિરાજતા પ. પૂ. પ ંન્યાસ શ્રીભદ્ર કરવિજયજી મહારાજ પાસે એક વર્ષ સુધી દરરોજ ૪૦ લાગસ ગણવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. સાથે ખાનપાનને લગતા પણ કેટલાક નિયમા ગ્રહણ કર્યાં કે જે લાગસ્સની ગણનામાં ઉપકારક થાય એવા હતા. આ રીતે રાજ ૪૦ લાગસ્સની ગણના કરતાં અમારા આંતરિક જીવનમાં ભારે પરિવર્તન થયું. ખાસ કરીને શ્રદ્ધા
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy