SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ કર્મ ઓછાં થતાં તેમનું મન નિર્મળ થઈ જાય છે. અને તેમને આગળ વધવામાં મુશ્કેલી નડતી નથી. આ જિંદગીમાં જ તેઓ ધારે તે મહાત્મા પુરુષો પણ બની શકે છે. જુઓ, કેટલીવાર સુધી ભગવાનનું નામ લેવું તે નિયમ નથી. તથાપિ જેઓ વધારે વાર ભગવાનનું નામ લેવાને આળસુ છે તેમણે એવો નિયમ રાખવો કે સાત કે એકવીસ વાર તે અવશ્ય ભગવાનનું નામ ઊંઘ ઊડે કે તરત જ લઈ લેવું. જેમને આખો દિવસ કે દરેક પ્રસંગમાં ભગવાનનું નામ કે પિતાનું કર્તવ્ય યાદ રાખવાની ઈચ્છા હોય તેમણે એક કઈ પદ કે સ્તવન યા જેમાં પોતાનું કર્તવ્ય વર્ણવેલું હોય યા વૈરાગ્ય ભાવ સૂચવતું હોય તેવું કઈ પદ લઈને ઊઠતા વેંત જ ધીમે, ધીમે મધુર રાગે લંબાવીને, તેના અર્થમાં ધ્યાન આપીને વારંવાર ઊંચે સ્વરે બોલવું. તેને એટલે બધે દઢ સંસ્કાર બંધાશે કે દિવસના કોઈ પણ ભાગમાં અને કઈ પણ કામના પ્રસંગમાં તે પદનું અમુક વાક્યો તેના મુખમાંથી સ્વાભાવિક રીતે નીકળ્યા જ કરશે. એટલું જ યાદ રાખવું કે તે પદ કે વાકથન જેટલું દઢ સંસ્કાર મન ઉપર પાડ્યો હશે તેટલી જ ઉતાવળથી તે યાદ આવશે. જે સંસ્કાર દઢ પડ્યો નહિ હોય તો વારંવાર યાદ નહિ આવે. તે પદ બોલતી વખતે બીજા વિચારે મનમાં નહિ આવે તે જ દઢ સંસ્કાર મન ઉપર પડશે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. મન ઉપર સંસ્કાર પાડવા માટે દિવસના ભાગમાં હાલતાં-ચાલતાં સૂતાં–બેસતાં કે હરકોઈ કામકાજ કરતાં નિરંતર મનમાં નવકારમંત્ર ગણવાની ટેવ રાખવી. રસ્તે ચાલવું તેમાં પગનું કામ છે. પગ ચાલવાનું કામ કરશે તે વખતે એ મન તે વિચાર કરવાનું પોતાનું કામ શરૂ રાખશે જ. તે વખતે એ વિના પ્રયજનના સારા-ખરાબ વિચાર કરવા તેના કરતાં પરમાત્માનું નામ મનમાં લઈએ તો કેટલું બધું સારું ? એવી જે રીતે નકામા બેઠા હોઈએ તે અવસરે પણ વ્યર્થના નિરૂપરોગી
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy