SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રવિદ્યાનો પ્રભાવ ૨૮૫ ઝવેરીને તપાસ્યા બાદ ડો. રીડે કહ્યું, “કેસ તો ગંભીર જ છે. છતાં સવાર સુધી આપણે રાહ જોઈએ.” - ઝવેરીની તબિયત વધુ ગંભીરતા ધારણ કરી રહી હતી. શનિવારને આખો દિવસ “દર્દ અને ઘેનમાં પસાર થયે. એમની પત્ની પણ આ ગંભીરતા પામી ગયાં, છતાં એમના હૈયામાં હિંમત હતી. ઘેન ઉતરતાં “હાય-હાય ની દદીલતાથી વાતાવરણ કરુણ બની જતું. રવિવારની સવાર થઈ હેમર-સ્મિથમાં ભરતી થયાને આજે એ દિવસ હતું. પણ તબિયતમાં હજી કંઈ પણ સુધારે ન હતો. કેસ પળેપળે વધુ ને વધુ ગંભીર બની રહ્યો હતે. ન અને ડોકટરોની પળપળની ચુકી હતી. છતાં રોગ વધ્યું જ જતો હતો. પ્રભુની બંદગી કરવાની ખરી પળ આ માંદગી હતી. છતાં ડે. ઝવેરીને હજી એ દિશા જડી ન હતી. એમની આંખ સામે તે પોતાનો લીલોછમ સંસાર, ધીકતી પ્રેકટીસ, હાલસોયી પત્ની ને પ્રેમાળ બાળક જ તરવરતાં હતા. ડોકટરે જેટલી ગંભીરતા હજી એ કલ્પી શક્યા ન હતા. દર્દમાંથી રાહત મેળવવા ઝવેરીએ પડખું ફેરવ્યું. આ પડખું ફેરવતા જ જે દશ્ય દેખાયું. એ દશ્ય એમનું હૈયું ચીરી નાખ્યું. આખા શરીરે ધ્રુજારી ફરી વળી. તેઓ મનોમન બબડી ઊઠયાઃ શું હું બે ઘડીને જ મહેમાન છું? આ શૈખ્યા શું મારે માટે મૃત્યુશૈય્યા બની રહેશે?
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy