SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આવે છે, તે પ્રતિદિન શક્તિહીન ક્ષીણ બનતી જાય છે. અને રોગ્ય સદુપયોગ કરવામાં આવે તો તે શક્તિ અને સામગ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર સતેજ બનતી જાય છે. કેઈને પણ સહાયતા કરવાની જેનામાં વૃત્તિ હોતી નથી એનામાં સાધુતા કદી પણ ઝળકી શકતી નથી, એટલું જ નહિ, પણ પ્રાપ્ત શક્તિને સદુપયોગ ન કરવાથી જીવ એવા પ્રકારનું આત્મા પર આવરણ ઉપાર્જન કરે છે કે તેના વેગે તેને ભવિષ્યમાં અધિક જ્ઞાન પ્રકાશ મળતે અટકી જાય છે. આ રીતે પ્રાપ્ત શક્તિને સદુપયોગ ન કરે તે પરિણામે પિતાના જ અહિતમાં પરિણમે છે, અર્થાત્ પિતાના અહિતકર્તા બને છે. સાધુ પદને પ્રાપ્ત થયેલ વિવેકી આત્માઓ પ્રકૃતિના આ સનાતન નિયમને બરાબર જાણતા હોવાથી પિતાને પ્રાપ્ત થયેલ સર્વ શકિતઓને સ્વ–પરનું અહિત ન થાય અને હિત થાય તેવી રીતે સતત સત્કાર્યોમાં જોડી દે છે. પરહિતના કાર્યમા એમને કદી પણ થાક લાગતો નથી કારણકે પરના હિતમાં જ તેને પિતાનું હિત કલ્યાણ સમાયેલું છે એ તૈમને બરાબર સમજાઈ ગયું હોય છે. અનાદિથી આ જીવ અશુદ્ધ વૃત્તિથી ખરડાયેલો (લેપાયેલો) છે. તેથી સ્વાર્થવૃત્તિ તેનામાં સહજ છે. એ સ્વાર્થવૃત્તિ જ જીવમાં રહેલ પશુતાને અંશ છે. એના યોગે જ વિશ્વમાં અનેક પ્રકારની અથડામણ-સંઘર્ષો પેદા થાય છે. અને બીજાને સહાય કરવાની વૃત્તિ, એ દિવ્યતાનું ઝરણું છે. ભાવ અધર્યની સુવાસ છે. આ પરમાર્થ વૃત્તિ સહજ નથી, તે કેળવવાની ચીજ છે. ઘણા કાળ સુધી આદર અને સત્કારપૂર્વકના સતત અભ્યાસ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy