SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના વિધિ-વિધાન ૧૬૫ પ્રગાઢ થાય, દયેય વસ્તુની સાથે એકરૂપ થાય, તદાકાર થઈ જાય. એ અવસ્થાને સમાધિ કહે, ત્યારે જ સ્વસ્વરૂપને પૂર્ણ અનુભવ થાય. હૃદયની ગ્રંથિ અર્થાત્ સંસારસુખની વાસના- * એને નાશ પામે, સર્વ સંશો છેદાઈ જાય, સર્વદુઃખોનું અવસાન થાય, એટલા માટે સ્વાનુભવનું પ્રથમ સોપાન છે જપ, સ્મરણ-મનન, ચિત્તવૃત્તિને શાંત ભાવ, નિરાધ. બીજુ પાન છે ધ્યાન. ત્રીજું પાન સમાધિ, એ છેલ્લું સોપાન છે. વચલા પાન મૂકીને, ઓળંગી જઈને છેલ્લે સપાને એકદમ પહોંચાય નહિ એટલા માટે સ્મરણ, ચિંતનનું જ અંતિમ પરિણામ આત્મસાક્ષાત્કાર-સ્વાનુભવ છે. - વારંવાર પુનરાવર્તન અને અભ્યાસ વડે આ સ્મરણ મનનને દઢ ભાવે ગૂંથવાને માટે જ જપ, ધ્યાન, આરાધનાનું વિધાન ઈષ્ટમંત્ર વારંવાર લાંબા સમય સુધી રોજ જપ કરવાનું પ્રોજન એટલા સારું જ. આપણે જે વિષય લઈને ઉપરાઉપરી ગૂંથાયેલા રહીએ ય ચર્ચા કરીએ તેની છાપ મનની ઉપર પડે. એ બધું ઉપલક દૃષ્ટિએ ઊડી ગયા જેવું લાગવા છતાંય સૂક્ષ્મપણે, સંસ્કાર રૂપે મનની અંદર રહે અને જ્યારે અનુકુળ વાતાવરણ મળે, ત્યારે અજ્ઞાતપણે માણસને કાર્યમાં કે વિચારમાં પ્રેરે. બેટા સંસ્કાર પ્રબળ હોય તે કુભાવમાં પ્રેરે, સુસંસ્કાર પ્રબળ હેય. તે સત્ ભાવમાં પ્રેરે. તેથી જોવામાં આવે છે કે, જેઓ દુષ્કમી હોય છે. તેઓ કમે કમે એથી યે વધુ ખરાબ કાર્યોમાં લિપ્ત થાય, અને જેઓ આધ્યાત્મિક ઉન્નતિને માટે પ્રયત્નવાન હોય, તેઓ એ માર્ગે વધુ ઝડપથી આગળ વધે છે.
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy