SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પણ એ છોકરે પ્રધાનના આ હુકમનું પાલન કરી શક્યો નહીં. રાજા ગુસ્સે થઈ ગયા. તેમણે એ છોકરાને કહ્યું: “આ પ્રધાનના Hલ પર તમાચો લગાવ.” એટલે છોકરાએ મંત્રીના ગાલ પર તમાચો માર્યો. પ્રધાન હસ્યા અને બોલ્યા: “મહારાજ!” “બસ, એ જ આપના સવાલનો જવાબ છે.” મંત્રીએ કહ્યું: “મારી આજ્ઞા એ જ હતી, જે આપની આજ્ઞા હતી. તેનું પાલન કરનાર પણ એ જ કરે છે, પરંતુ અધિકારપૂર્ણ વાણી મારાથી મેટી છે. જ્યારે મેં આજ્ઞા આપી. ત્યારે આ આજ્ઞાની અસર આ છોકરા પર કશી જ ન થઈ; પણ એ જ આજ્ઞા આપે કરી ત્યારે તેનું પાલન આ છોકરાએ તુરત જ કર્યું. ગુરુ મંત્ર આપે તે વિશે પણ એવું જ છે.' | માટે સાધકે ગુરુની સેવા કરીને તેમને પ્રસન્ન કરી તેમની પાસે જ મંત્ર સાધના ગ્રહણ કરી તેમણે બતાવેલ અનુષ્ઠાનેની ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે – .:: . પુજા જસ્સ પસીયતિ, સંબુદ્ધા પુવ સંથયા, પસન્ના લાભઈલ્સક્તિ, વિકલ અદ્વિયં સુર્યા.” ઉ. અ. ૧ ગા. ૪૬ સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન થયેલ, તત્ત્વજ્ઞ ગુરુદેવ શિષ્યને વિસ્તૃત મૃત જ્ઞાનને લાભ આપે છે. - વિનીત શિષ્ય ગુરુની સેવા કરતા થકા કદાચ તેનાથી ભૂલ થાય. ત્યારે ગુરુજન જે કમળ કે કઠોર વચને વડે
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy