SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણાં કેટલાંક અપલક્ષણો તે અતિશય ખરાબ છે. એમ ન હોત તો આપણી જે અધોગતિ થઈ છે તે ન થઈ હેત. હવે આપણે ફરી પાછાં ચીન જઈશું. ગ્રીષ્મ પ્રાસાદને નાશ કરીને અંગ્રેજો તથા ફ્રેંચએ પિતાના પશુબળનું પ્રદર્શન કર્યું. એ પછી તેમણે ચીનને જૂની સંધિઓ મંજૂર કરવાની ફરજ પાડી તથા તેની પાસેથી નવા હકે પડાવ્યા. એ સંધિઓની શરત પ્રમાણે ચીનની સરકારે વિદેશી અમલદારોના હાથ નીચે ચીનના જકાતી ખાતાની શાંઘાઈમાં પુનર્ઘટના કરી. એને “શાહી જકાતખાતું” એ નામથી ઓળખાવવામાં આવ્યું. દરમ્યાન, ચીનને દુર્બળ બનાવનાર અને એ રીતે પરદેશીઓને અનુકૂળ મેકો આપનાર તેપિંગ બળવો ડગુમગુ સ્થિતિમાં હજીયે ચાલુ રહ્યો હતે. આખરે, ૧૮૬૪ની સાલમાં લી હેંગ ચાંગ નામના એક ચીની સૂબાએ તેને સંપૂર્ણપણે દાબી દીધું. એ પછી લી હૃગ ચાંગ ચીનને આગળ પડતું રાજપુરુષ બન્યા. જે સમયે ઇંગ્લંડ તથા ફ્રાંસ અત્યાચારની રીત અખત્યાર કરીને ચીન પાસેથી વિશેષ હક અને છૂટછાટ પડાવી રહ્યાં હતાં, ત્યારે વધારે સબળ પદ્ધતિ અખત્યાર કરીને ઉત્તરમાં રશિયાએ અસાધારણ સફળતા મેળવી. થોડા જ વરસ પહેલાં કોન્સ્ટાન્ટિનોપલનો કબજો મેળવવાને તલપાપડ થઈ રહેલા રશિયાએ યુરોપમાં તુક ઉપર હુમલો કર્યો હતે. રશિયાના વધતા જતા બળથી ક્રાંસ તથા ઇંગ્લડ ડરતાં હતાં અને તેથી એ બંને તુર્કીના પક્ષમાં ભળ્યાં અને જેને ૧૮૫૪–૫૬ના ક્રિમિયન વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તેમાં તેમણે રશિયાને હરાવ્યું. પશ્ચિમમાં પરાજિત થયેલું રશિયા હવે પૂર્વ તરફ નજર કરવા લાગ્યું અને ત્યાં તેને ભારે સફળતા મળી. સમુદ્રને અડીને આવેલે તેને ઉત્તર-પૂર્વને પ્રાંત લાડવોસ્ટોકના બંદર સહિત રશિયાને આપી દેવાનું ચીનને શાંતિમય સાધન દ્વારા સમજાવવામાં આવ્યું. રશિયાને આ વિજય મુરાવીએફ નામના એક પ્રતિભાશાળી તરુણ અમલદારને આભારી હતી. આમ, ઇંગ્લંડ તથા કાંસે ત્રણ વરસના વિગ્રહ અને ભારે સંહારથી મેળવ્યું તેના કરતાં અનેકગણું રશિયાએ મિત્રાચારીની રીતથી મેળવ્યું. ૧૮૬૦ની સાલમાં આ સ્થિતિ હતી. ૧૮મી સદીના છેવટના ભાગમાં લગભગ અડધા એશિયા ઉપર વિસ્તરેલા અને તેના ઉપર પ્રભુત્વ ધરાવતા મંચૂએના ચીની સામ્રાજ્યને હવે નમાવવામાં આવ્યું તથા શરમિંદુ કરવામાં આવ્યું. દૂર આવેલા યુરોપની પાશ્ચાત્ય સત્તાઓએ તેને પરાજય કર્યો તથા તેનો તેજોવધ કર્યો અને આંતરિક બળવાએ સામ્રાજ્યને લગભગ ઉથલાવી પાડયું. આ બધાએ ચીનને સંપૂર્ણપણે હચમચાવી મૂક્યું. પરિસ્થિતિ બગડી હતી એ તે દીવા જેવું સ્પષ્ટ હતું અને નવી પેદા થયેલી પરિસ્થિતિને તથા પરદેશીઓના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy