SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન કારક નીવડી હશે! કેમકે એવા દરેક ખૂનને વિશિષ્ટ અધિકારોની માગણી માટેનું તથા બળજબરીથી તે પડાવવાનું તે નિમિત્ત બનાવતા. ચીનમાં એક ભીષણ અને અતિશય ક્રૂર ખળવા જગાડનાર પણ ખ્રિસ્તી થઈ ગયેલા એક ચીને જ હતા. એ તેપિંગ બળવાના નામથી એળખાય છે અને ૧૮૫૦ની સાલના અરસામાં ડુંગ–સિન—ચ્યાન નામના એક પાગલ જેવા માણસે એ શરૂ કર્યાં હતા. આ ધર્માંધ પાગલને અસાધારણ સફળતા મળી અને ‘બુતપરસ્તોના સહાર કરો ' એવી ચેષણા કરતા તે બધે ધૂમવા લાગ્યા. એ બળવામાં અસંખ્ય માણસાના જાન ગયા. ચીનના અર્ધાં કરતાં પણ વધારે પ્રદેશને એ ખળવાએ પાયમાલ કર્યાં અને એવી ગણતરી કરવામાં આવી છે કે એ બળવાનાં લગભગ બાર વરસા દરમ્યાન એ કરોડ માણસાએ જાન ગુમાવ્યા. અલબત્ત, એ રમખાણ તેમ જ એમાં થયેલી કતલ માટે ખ્રિસ્તી મિશનરીએ કે વિદેશી સત્તાઓને જવાબદાર ગણવી એ વાખી નથી. શરૂ શરૂમાં મિશનરી એની સફળતા ઇચ્છતા હતા ખરા, પરંતુ પાછળથી તેમણે હંગને ઇન્કાર કર્યાં. પરંતુ ચીનની સરકાર તો એમ જ માનતી હતી કે મિશનરીઓ એને માટે જવાબદાર છે. તેની આ માન્યતા ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે વખતે તેમ જ પછીથી પણ ચીના લેાકાને મિશનરીઓની પ્રવૃત્તિ પ્રત્યે કેટલા ભારે રોષ હતા. તેમની દૃષ્ટિએ મિશનરી એ ધર્માભાવના કે ભલાઈ ના દૂત નહિ પણ સામ્રાજ્યવાદના આડતિયા હતા. એક અંગ્રેજ લેખકે કહ્યું છે તેમ “ પહેલાં મિશનરીનું આગમન, પછી લડાયક જહાજોની હાજરી, પછી મુલક પડાવી લેવાની શરૂઆત — આ ઘટનાક્રમ ચીનવાસીઓના માનસમાં અંકિત થઈ રહેલા છે.” આ વસ્તુ લક્ષમાં રાખવી એ ઠીક છે કેમકે ચીનની હરેક મુસીબતમાં કાઈ ને કાઈ રીતે મિશનરીને હાથ હોવાને જ. એક ધર્માંધ પાગલે શરૂ કરેલા બળવાને, આખરે તેને બાવી દેવામાં આવ્યા તે પહેલાં, આટલી ભારે સફળતા મળી એ એક અસાધારણ ઘટના છે. એમ થવાનું સાચું કારણ એ છે કે ચીનમાં જૂની સમાજવ્યવસ્થા પડી ભાંગવા લાગી હતી. મને લાગે છે કે, ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં મેં કરના અસહ્ય ખેાજા, બદલાતી જતી આર્થિક વ્યવસ્થા અને પ્રજામાં વધારે ને વધારે વ્યાપતો જતા અસ ંતોષ વિષે તને કહ્યું હતું. મચ્ સરકારની સામે ઠેર ઠેર ગુપ્ત મંડળા સ્થપાવા લાગ્યાં હતાં અને વાતાવરણમાં બળવાના ભણકારા વાગી રહ્યા હતા. અફીણુ તેમ જ બીજી ચીજોના પરદેશી વેપારથી પરિસ્થિતિ વધારે પ્રમાણમાં બગડવા પામી. એશક, ચીનમાં પહેલાં પણ પરદેશી વેપાર ચાલતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હતી. પશ્ચિમના દેશોના પ્રચંડ યંત્રોદ્યોગે ઝડપથી માલ ઉત્પન્ન કરતા હતા અને એ બધેા માલ પોતપોતાના દેશમાં વેચી શકાય એમ નહેતું. એટલે એને માટે તેમને અન્યત્ર નવાં બજારે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy