SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ પૂતિ " ૧૪૯૩ કરારે કરવાની તેની નીતિ સફળ નથી થઈ અને તેને પણ પરાણે અળગા પડી જવું પડે એ સંભવ છે. આમ છતાંયે અમેરિકા તથા રશિયા એ બંને દેશે જાણે છે કે, સમતા ગુમાવી બેઠેલી આજની આ દુનિયામાં અળગાપણું કે તટસ્થતા રહી શકે જ નહિ અને તેમાં ઝઘડે પેદા થાય ત્યારે તેમને તેમાં ઘસડાયા વિના છૂટકે નથી. એને માટે એ બંને દેશે તૈયારી કરી રહ્યા છે. અમેરિા : યુનાઇટેડ સ્ટેટ્સમાંની પ્રમુખ રૂઝવેલ્ટની આંતરિક નીતિને ઘણાં વિને નડ્યાં છે અને વડી અદાલત તથા પ્રત્યાઘાતી તો તેના માર્ગમાં આડાં આવ્યાં છે. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસમાંના રિપબ્લિકન પક્ષના તેના વિરેધીઓનું બળ વધી ગયું છે. અને આમ છતાંયે, પ્રમુખ રૂઝવેલ્ટની વ્યક્તિગત લોકપ્રિયતા તેમ જ પ્રજા ઉપરને તેને કાબૂ હજી એવો ને એ રહ્યો છે. રૂઝવેલ્ટે દક્ષિણ અમેરિકાની સરકારે સાથે મિત્રાચારીભર્યા સંબંધ ખીલવવાની નીતિ પણ અખત્યાર કરી છે. મેક્સિકોમાં ત્યાંની સરકાર અને અમેરિકા તથા ઈંગ્લંડનાં તેલનાં હિતે વચ્ચે ઝઘડે પેદા થયું છે. મેકિસકોમાં દૂરગામી ક્રાંતિ થઈ છે અને તેણે જમીન ઉપરનો પ્રજાને હક્ક સ્થાપિત કર્યો છે. એને પરિણામે ચર્ચ તથા તેલ અને જમીનનાં હિત ધરાવનારાઓએ તેમના ઘણાખરા વિશિષ્ટ હક્કો તથા અધિકારે ગુમાવ્યા છે. આથી એ બધાએ આ ફેરફારને વિરોધ કર્યો હતે. તુ: ઝઘડાઓ અને અથડામણેથી ભરેલી આ દુનિયામાં એક. માત્ર તુક સંપૂર્ણપણે શાંતિમય દેશ હોય એમ જણાય છે. દેશ બહાર તેને કઈ શત્રુ હોય એમ લાગતું નથી. ગ્રીસ તથા બાલ્કનના દેશો વચ્ચેના તેના પુરાણ ઝઘડાને ઉકેલ થઈ ગયો છે. સેવિયેટ રાજ્ય તથા ઇંગ્લેંડ સાથેના તેના સંબંધ મિત્રાચારીભર્યા છે. એલેકઝાંડેટાની બાબતમાં તેને ફાંસ સાથે ઝઘડે હતે. તને યાદ હશે કે ફેંચએ પિતાના “મેંડેટ” નીચેના સીરિયાના પ્રદેશને પાંચ રાજ્યમાં વહેંચી નાખ્યા હતા. એલેકઝાંટા એ આ પાંચ રાજ્યોમાંનું એક હતું. એમાં પ્રધાનપણે તુક વસતી છે. કોસે તુકની માગણી કબૂલ રાખી છે અને ત્યાં આગળ તેણે સ્વયંશાસિત રાજ્ય ઊભું કર્યું છે. આમ, કમાલ પાશાની ડહાપણભરી દેરવણી નીચે પિતાના જાતિ જાતિ વચ્ચેના તેમ જ બીજા પ્રશ્નોમાંથી મુક્ત થઈને તુર્કીએ પિતાને આંતરિક વિકાસ સાધવા તરફ પિતાનું સઘળું લક્ષ વાળ્યું. કમાલ પાશાએ પિતાની પ્રજાની બહુ સારી સેવા બજાવી હતી. અને ૧૯૩૮ની સાલના નવેમ્બર માસની ૧૦મી તારીખે તેનું અવસાન થયું ત્યારે પિતાની નીતિને અદ્વિતીય સફળતા પ્રાપ્ત . થયેલી જેવાને તે ભાગ્યશાળી થયે હતે. એના પછી તેને જાને સાથી જનરલ ઈસ્મત ઈનુનુ તુકને પ્રમુખ થયો.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy