SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે વખત પૂરતી તે લાઈટાળવામાં આવી અને બધાયે દેશના લેકમાં હાશની લાગણી ફેલાઈ ગઈ. પરંતુ એને માટે ભારે કિંમત ચૂકવવી પડી. ઈગ્લેંડ અને ક્રાંસની ભારે બેઆબરૂ અને માનહાનિ થઈયુરોપમાં લોકશાહી ઉપર ભારે ફટકો પડ્યો, ચેકેલૈવાકિયાના રાજ્યને દેહવિચ્છેદ થઈ ગયા, સુલેહશાંતિ સ્થાપવાના સાધન તરીકે પ્રજાસંઘને અંત આવ્યો, અને મધ્ય તથા દક્ષિણપૂર્વ યુરોપમાં નાઝીવાદને જ્વલંત વિજય થયું. અને આટલી બધી કિંમત આપીને ખરીદવામાં આવેલી સુલેહશાંતિ એ તે માત્ર તહકૂબી જ હતી અને એ દરમ્યાન દરેક દેશ ભાવિમાં આવનારા યુદ્ધને માટે બની શકે એટલી ત્વરાથી શસ્ત્રસજ્જ થવા લાગ્યો. મ્યુનિચને કરાર એ યુરોપ તેમ જ દુનિયાના ઈતિહાસમાં દિશાપલટો કરનાર વસ્તુ છે. એથી યુરોપની નવેસરથી વહેંચણી કરવાની શરૂઆત થઈ અને બ્રિટિશ તથા ફેંચ એ બંને સરકારે છડેચોક નાઝીવાદ અને ફાસીવાદને પડખે ઊભી રહી. ઈગ્લેંડે ઈટાલી અને ઇંગ્લેન્ડ વચ્ચેના કરારને ઉતાવળથી મંજૂર કર્યો. એમાં ઇટાલીની એબિસીનિયાની છતને માન્ય રાખવામાં આવી તથા ઇટાલીને પેનમાં તે ચાહે તે કરવાની છૂટ આપવામાં આવી હતી. ઇંગ્લડ, ફ્રાંસ, જર્મની અને ઈટાલી એ ચાર સત્તાઓ વચ્ચેના કરારે મૂર્ત સ્વરૂપ ધારણ કરવા માંડયું. એને આશય સેવિયેટ રશિયા તેમ જ સ્પેનમાંના તેમ જ બીજે ઠેકાણેનાં લેકશાહી બળને એકત્ર સામનો કરવાનું હતું. રશિયા: કાવાદાવાઓ અને પ્રપંચેનાં તેમ જ મહાન સત્તાઓએ કરેલા પિતાના ગંભીર વચનના ભંગનાં આ વરસે અને મહિનાઓ દરમ્યાન સેવિયેટ રશિયાએ એકધારી રીતે પિતાની આંતરરાષ્ટ્રીય ફરજો તથા જવાબદારીઓ અદા કરી, સુલેહશાંતિને પક્ષ કર્યો, આક્રમણને વિરોધ કર્યો તથા છેવટ સુધી પિતાના મિત્ર ચેલૈવાકિયાને ત્યાગ ન કર્યો એ ખરેખર એક ધપાત્ર બીના છે. પરંતુ ઇંગ્લંડ તથા ક્રાંસે તેની અવગણના કરી અને આક્રમણ કરનાર સાથે તેમણે મૈત્રી કરી. ઇંગ્લંડ તથા કોસે જેને દગો દીધે હવે તે ચેકેરેલેવાકિયા પણ નાઝી વર્તુળમાં જઈ પડ્યું અને રશિયા સાથેની પિતાની મૈત્રીને તેણે અંત આણ્ય. ચેક લેવાકિયાના ટુકડા પાડી નાખવામાં આવ્યા છે અને ભૂખ્યાં ગીધની પેઠે પોલેંડ તથા હંગરીએ એ પ્રસંગને લાભ ઉઠાવ્યો છે. તેમાં ભારે આંતરિક ફેરફાર પણ થવા પામ્યા છે અને ચેકોસ્લોવાક્ષિા સ્વયંશાસન માટે દાવો કરે છે. ચેલૈવાકિયાના અવશેષ હવે લગભગ જર્મનીના એક સંસ્થાન એટલે કે તાબાના પ્રદેશ તરીકે કાર્ય કરે છે. આ રીતે સેવિયેટ રાજ્યની પરદેશ નીતિને ભારે નિષ્ફળતા મળી છે. અને આમ છતાં, તે યુરોપ તેમ જ એશિયામાં ફાસીવાદ તથા લેકશાહીવિરોધી બળોની સામે એક પ્રબળ અને એક માત્ર અસરકારક દીવાલ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy