SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૭ જગતના ઇતિહાસનું રેખાદર્શન એટલું બધું આધીન બની ગયું છે કે, સ્વતંત્ર નીતિ અખત્યાર કરવાની તેની હિંમત રહી નથી. મજૂરોના પ્રશ્નોની બાબતમાં પણ આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં ઈગ્લડે એક સરખી રીતે પ્રત્યાઘાતી વલણ અખત્યાર કર્યું છે. ૧૯૩૭ની સાલમાં આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાએ મિલઉદ્યોગને માટે ચાળીસ કલાકનું અઠવાડિયું કરાવવાનું નક્કી કર્યું હતું. ઇંગ્લંડના વિરોધની ઉપરવટ જઈને તેણે એમ કર્યું હતું. એ બાબતમાં તે સંસ્થાનોએ પણ ઈગ્લેંડને સાથ તજીને યુનાઇટેડ સ્ટેટ્સને ટેકો આપ્યો હતે. પરંતુ બ્રિટિશ સરકારે નીમેલા હિંદના પ્રતિનિધિઓ તે બેશક ઈંગ્લેડને જ પક્ષ લીધે હતે. માલિકે તથા સરકારના પ્રતિનિધિઓ સહિત યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિમંડળે એ બાબતમાં એવી ટીકા કરી હતી કે, “તેઓ જિનિવા આવ્યા ત્યાં સુધી બ્રિટિશ સરકાર કેટલી બધી પ્રત્યાઘાતી છે એનો તેમને કશો ખ્યાલ નહોતે.” એ મંડળના એક પ્રતિનિધિએ તે એમ પણ કહ્યું હતું કે, “ઈંગ્લંડ તે પ્રત્યાઘાતનું માર્ગદર્શક બન્યું છે.' તેનામાં અનેક નબળાઈઓ રહેલી હતી તે છતાંયે પ્રાસંઘ એ આંતરરાષ્ટ્રીયતાના ખ્યાલના મૂર્ત સ્વરૂપે હજી રહ્યો હતો. અને તેના કરારમાં આક્રમણને માટે શિક્ષા ઠરાવવામાં આવી હતી. જાપાને મંચૂરિયા ઉપર ચઢાઈ કરી ત્યારે એ બાબતમાં તપાસ કરવા માટે કમિશન નીમવા અને પછીથી એ કૃત્યને વખેડી કાઢવા ઉપરાંત પ્રજાસંઘે કશુંયે પગલું ભર્યું નહિ. ખરેખર, એ સાહસ ખેડવામાં જાપાનને બ્રિટિશ સરકારે જ ઉત્તેજન આપ્યું હતું. અને ત્યારથી માંડીને જૂજ નજીવા અપવાદો બાદ કરતાં તે પ્રજાસંઘની અવગણના કરવાની તથા તેને દુર્બળ બનાવવાની નીતિ એકધારી રીતે અખત્યાર કરતું આવ્યું હતું. નાઝીવાદનો ઉદય તથા આક્રમણની તેની નીતિ એ પ્રજાસંધની સામે સીધા પડકારરૂપ હતાં પરંતુ ઇંગ્લડે તેમ જ કંઈક અંશે ફ્રાંસે પણ એ પડકાર આગળ નમતું આપ્યું અને પ્રજાસંધને દુર્બળ બનવા દીધે. ફાસિસ્ટ સત્તાઓ પ્રજાસંઘમાંથી નીકળી ગઈ. જર્મની ૧૯૭૩ના ઑકટોબર માસમાં તેમાંથી નીકળી ગયું અને જાપાન તથા ઈટાલી એ પછીથી ૧૯૩૪ની સાલમાં. સોવિયેટ રાજ્ય પ્રજાસંધમાં જોડાયું અને તેણે તેમાં નવું લેહી ઉમેર્યું. નાઝીઓના ડરના માર્યા ફ્રાંસે સોવિયેટ ડે. મૈત્રીનું એક્ય ક્યું. પરંતુ પ્રજાસંધના કરારના ધારણ ઉપર સેવિયેટ રાજ્ય સાથે સહકાર કરવા કરતાં ઇંગ્લેંડે જર્મનીને સાથે કરવાનું પસંદ કર્યું. સફળ નીવડેલા પ્રત્યેક આક્રમણે ફાસિસ્ટ સત્તાઓને વધારે ધીટ અને બેપરવા બનાવી તેમને ખાતરી થઈ ગઈ કે તેઓ મરજીમાં આવે તેમ પ્રજાસંધને ઠેકર મારી શકે છે કેમકે તેમને ખબર હતી કે બ્રિટિશ સરકાર તેમને વિરોધ કરવાની નથી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy