SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ છેલે પત્ર ૧૪૩ લાચાર બનીને આપણે આપણાં મેં ઢાંકી દઈશું? અથવા તે ઘટનાઓના ઘડતરમાં વીરતાભર્યો ભાગ લઈશું અને જરૂર પડે તે જોખમને સામને કરીશું તથા મહાન અને ઉદાત્ત સાહસ ખેડવાનો આનંદ માણીશું તેમ જ “ઈતિહાસનાં કદમ સાથે કદમ મિલાવીને ચાલવાની લાગણી અનુભવીશું? આપણે સૌ અથવા કંઈ નહિ તે આપણુમાંના વિચારશીલ લેકે, પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને વર્તમાન કાળમાં ફેરવાઈ જતા ભવિષ્ય કાળ તરફ આશાભરી દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. ભાવિની કેટલાક લેકે આશાથી અને બીજા કેટલાક ભયભીત થઈને પ્રતીક્ષા કરી રહ્યા છે. ભાવિ દુનિયા, જેમાં જીવનની સારી સારી વસ્તુઓ ગણ્યાગાંઠયા લેકેને માટે અનામત રાખવામાં આવી નહિ હોય પરંતુ સમગ્ર જનતા છૂટથી તેને ઉપભેગ કરી શકે એવી સુંદર અને સુખમય થશે કે પછી ઝનૂની અને સંહારક યુદ્ધોને પરિણામે આધુનિક સુધારાની ઘણીખરી સુખસગવડે નષ્ટ થઈ હોય એવી આજના કરતા વધારે કરાલ થશે ? આ બે અંતિમ પરિસ્થિતિઓ છે. એ બેમાંથી ગમે તે એક સંભવી શકે છે. એમાંથી કોઈ વચલે માર્ગ નીકળે એ સંભવ જણાતું નથી. ભાવિનું નિરીક્ષણ તથા તેની પ્રતીક્ષા કરતાં કરતાં આપણે જેને માટે ઝખીએ છીએ તેવા પ્રકારની દુનિયા નિર્માણ કરવાને માટે આપણે કાર્ય કરીએ છીએ. લાચાર બનીને પ્રકૃતિને વશ થઈને પશુ અવસ્થામાંથી માનવીએ પિતાની પ્રગતિ નથી કરી. પરંતુ તેને સામનો કરીને તથા માનવી હિતને ખાતર તેના ઉપર પ્રભુત્વ મેળવવાની ઇચ્છાથી ઘણી વાર તેણે પ્રગતિ સાધી છે. . આજની સ્થિતિ આ છે. આવતી કાલ નિર્માણ કરવાનું કાર્ય તારું તથા તારી પેઢીનાં દુનિયાભરનાં કરડે બાળક બાળાઓનું છે. તેઓ મેટાં થઈ રહ્યાં છે અને આ આવતી કાલનું ઘડતર કરવા માટેની તાલીમ લઈ રહ્યાં છે. ૧૬. છેલ્લો પત્ર ૯ ઓગસ્ટ, ૧૯૩૩ બેટી, આપણી આ લાંબી વાત પૂરી થઈ. હવે વધારે લખવાની જરૂર નથી. પરંતુ એક પ્રકારની છટા અને ઝમકની સાથે એ વાત પૂરી કરવાની ઇચ્છા, બીજે એક પત્ર– છેલ્લે પત્ર – લખવાને મને પ્રેરે છે! આ વાત પૂરી કરવાને વખત પણ થઈ ચૂક્યો છે, કેમ કે મારા કારાવાસની બે વરસની મુદત પણ હવે પૂરી થવા આવી છે. આજથી તેત્રીસમે દિવસે હું છૂટી જઈશ. કદાચ એથી વહેલેએ છૂટું કેમકે જેલર મને કદી કદી એવી ધમકી પણ આપે છે. હજી સજાનાં બે વરસ પૂરાં તે નથી થયાં પરંતુ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy