SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધની છાયા ૧૪:૧ હાય પરંતુ તેનું ભાવિ તાળાઈ રહ્યુ છે. જ્યારે સામ્રાજ્યવાદી અને મૂડીવાદી આખીયે વ્યવસ્થા તેના પાયામાંથી ડગમગી ઊઠી હાય તથા જ્યારે પોતાની જવાબદારી અદા કરવાને પણ તે અસમર્થ બની ગઈ હોય એ વખતે અરધાપરધા સુધારાથી પ્રશ્નના ઉકેલ લાવી શકાય નહિ. રાજકીય, આર્થિક અને જાતિવિષયક આ બધા અસંખ્ય સંધર્ષાએ દુનિયાને આજે અંધકારમય બનાવી દીધી છે તથા તેના ઉપર યુદ્ધની છાયા ફેલાવી મૂકી છે. એમ કહેવાય છે કે, એમાંના સૌથી પ્રચંડ સંધ એક બાજુએ સામ્રાજ્યવાદ અને ફાસીવાદ અને બીજી બાજુએ સામ્યવાદ વચ્ચેન છે. દુનિયાભરમાં એ બંને પક્ષો એકખીજાતી સામસામા ખડા થયા છે અને તેમની વચ્ચે સમજૂતીને જરાયે અવકાશ નથી. ચૂડલવાદ, મૂડીવાદ, સમાજવાદ, સધવાદ, અરાજકતાવાદ, સામ્યવાદ ~~ દુનિયામાં આજે કેટલા બધા ‘ વાદો ' છે ! અને એ બધાની પાછળ તકસાધુપણું અથવા તકવાદ તરાપ મારવાને માટે તૈયાર થઈ ને બેઠે છે! પરંતુ એ ઉપરાંત દુનિયામાં એક બીજો ‘ વાદ ’ છે અને તે છે આર્શીવાદ. જે કાઈ ને એની પડી હાય તે એને અપનાવી શકે છે. પરંતુ એ આદર્શીવાદ એટલે પોકળ કલ્પનાએ કે તરંગો નહિ પણ ઉદાત્ત માનવીધ્યેય માટેને જે મહાન ધ્યેયને આપણે સિદ્ધ કરવા ચાહીએ છીએ તેને માટે કાર્ય કરવાના આદશ વાદ છે. જ્યોજ બર્નાર્ડ શૉએ ક્યાંક કહ્યું છે કે: "C જેને તમે જીવનનું ઉદાત્ત ધ્યેય સમજતા હો તેને જીવન સમપી દેવું, ઉકરડા ઉપર તમને ફેંકી દેવામાં આવે તે પહેલાં તમારી જાતને પૂરેપૂરી ઘસી નાખવી, વિકાર અને સ્વાર્થનાં પૂતળાં બનીને પેાતાના દુ:ખનાં રોદણાં રડા તથા તમારા સુખને માટે દુનિયા કશુંયે કરતી નથી એવી ફરિયાદ કરેા તેના કરતાં પ્રકૃતિનું એક બળ બનીને જીવવું એ જ જીવનને સાચામાં સાચેા આનદ છે.” ઇતિહાસના આપણા અવલોકને આપણને બતાવી આપ્યું છે કે દુનિયા ઉત્તરોત્તર વધુ ને વધુ સટિત બનતી ગઈ છે, તેના જુદા જુદા ભાગા દિનપ્રતિદિન એકબીજાની વધુ ને વધુ નજીક આવતા ગયા છે તથા પરસ્પરાવલ ખી થતા ગયા છે. સાચે જ દુનિયા એ એક અવિભાજ્ય ઘટક બની ગઈ છે અને તેને એક ભાગ ખીજા ભાગ ઉપર અસર કરી રહ્યો છે તથા ખીજા ભાગાની અસર તેના ઉપર થઈ રહી છે. દરેક રાષ્ટ્રના જુદો તિહાસ હોય એ આજે અશક્ય બની ગયું છે. એ અવસ્થા આપણે વટાવી ગયાં છીએ અને બધાંયે રાષ્ટ્રના જુદા જુદા તાંતણાઓને જોડે તથા તેમને પ્રેરી રહેલાં સાચાં ખળાનું સશોધન કરે એવા સમગ્ર દુનિયાના એકીકૃત ઇતિહાસ જ હવે લખી શકાય એમ છે અને એવે ઇતિહાસ જ કઈક ઉપયોગી થઈ શકે એમ છે. ભૂતકાળમાં ભૌતિક તેમ જ ખીજા અનેક પ્રકારના અતરાયાને કારણે રાષ્ટ્રે એક ખીજાથી અળગાં રહેતાં હતાં ત્યારે પણ સર્વ સામાન્ય આંતર ૬-૩૦
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy