________________
૧૪૫૦
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
ટાલિયને, હબસીઓ તથા અમેરિકાના આદિવાસી કહેવાતા રેડ ઇન્ડિયન વગેરે ભિન્ન ભિન્ન જાતિનું મેટા પ્રમાણમાં ત્યાં મિશ્રણ થઈ રહ્યું છે. કૅનેડા તથા યુનાઇટેડ સ્ટેટ્સમાં તે રેડ ઇન્ડિયા લગભગ નિઃશેષ થઈ ગયા છે પરંતુ અહીં દક્ષિણ અમેરિકામાં તે, ખાસ કરીને વેનેઝુએલામાં, તે મેટી સંખ્યામાં મેાબૂદ છે. ધણુંખરું તેઓ મેટાં મેટાં શહેરાથી દૂર વસે છે. તને એ જાણીને આશ્રય થશે કે, યુએનાસ અરેસ અને રિયુ દે ઝાનિરુ જેવાં દક્ષિણ અમેરિકાનાં કેટલાંક શહેર। બહુ જ મોટાં છે એટલું જ નહિ પણ તે અતિશય રમણીય છે તેમ જ તેમાં ભવ્ય વીથિએ એટલે કે જેની બને બાજુએ તરુવરો આવેલાં હાય એવા રાજમાર્ગો પણ છે. આર્જેન્ટાઈનાનાં પાટનગર યુએનોસ એરેસની વસ્તી ૨૫ લાખની છે અને બ્રાઝિલના પાટનગર રિયુ દે ઝાનરુની વસ્તી લગભગ ૨૦ લાખની છે.
Ο
ભિન્ન ભિન્ન જાતિનું ત્યાં આગળ મિશ્રણ થઈ રહ્યું છે એ ખરું, પરંતુ ત્યાંના શાસકવર્ગ તો ગેારા અમીરઉમરાવાને જ બનેલે છે. ત્યાં આગળ સામાન્ય રીતે લશ્કર તથા પોલીસા ઉપર કાબૂ ધરાવનાર ટાળકીઓનું શાસન ચાલે છે અને હું તને આગળ કહી ચૂક્યો છું તેમ ટોચ ઉપરના ભાગમાં ત્યાં વારંવાર ક્રાંતિ થાય છે. દક્ષિણ અમેરિકાના બધાયે દેશોની ભૂમિમાં ખનીજ દ્રવ્યો બહોળા પ્રમાણમાં પડેલાં છે અને એ રીતે ભવિષ્યમાં તે અતિશય ધનિક અને એવે સંભવ છે. પરંતુ અત્યારે તે એ બધા દેવામાં ડૂબેલા છે અને ચાર વરસ પૂર્વે અમેરિકાએ તેમને નાણાં ધીરવાનું બંધ કર્યું એટલે તેમની ભારે દુર્દશા થવા પામી અને એને લીધે ઠેકઠેકાણે ક્રાંતિ થવા પામી. આર્થિક મુશ્કેલીને કારણે આર્જેન્ટાઈના, બ્રાઝિલ અને ચિલી વગેરે દક્ષિણ અમેરિકાના ત્રણ મુખ્ય દેશોમાં પણ ક્રાંતિ થવા પામી.
૧૯૩૨ની સાલના ઉનાળા પછી દક્ષિણ અમેરિકામાં નાનાં નાનાં એ યુદ્ધો થઈ ગયાં પરંતુ મંચુરિયામાંના જાપાનના યુદ્ધની પેઠે સત્તાવાર રીતે તેમને યુદ્ધ કહેવામાં આવતાં નથી. પ્રજાસધના કરાર તથા કૅલેગના સુલેહના કરાર પછી યુદ્ધો ભાગ્યે જ થવા પામે છે. જ્યારે કાઈ એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્ર ઉપર ચડાઈ કરે છે અને તેના નારિકાની કતલ કરે છે ત્યારે એ વસ્તુને યુદ્ધ નહિં પણ ‘ અથડામણુ ’ કહેવામાં આવે છે. અને ઉપર જણાવેલા કરારો અથડામણની મનાઈ નથી કરતા એટલે સૌ કાઈ સતષ અનુભવે છે. એ એ નાનાં યુદ્ધોનું મંચૂરિયાના યુદ્ધ જેટલું જગાપી મહત્ત્વ નથી એ ખરું, પરંતુ પ્રાસંધથી માંડીને સંખ્યાબંધ સુલેહના કરારો તથા સમજૂતી વગેરેનું દુનિયામાં શાંતિ જાળવવા માટેનું જે તંત્ર ઊભું કરવામાં આવ્યું છે તથા જેનાં પાર વગરનાં ગુણગાન કરવામાં આવે છે તે કેટલું બધું દુબળ અને વ્યર્થ છે એ વસ્તુ તે પુરવાર કરી આપે છે. પ્રજાસધનું સભ્ય બનેલું રાષ્ટ્ર એવા જ બીજા રાષ્ટ્ર