SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્લમેન્ટની નિષ્ફળતા ૧૪૩૯ રાજ્ય ઉપર આધિપત્ય કાનું છે અને તેથી લાભ કાને થાય છે, સમગ્ર પ્રજાને કે પ્રજાના કાઈ એક મિલકતદાર વર્ગને એ ખરો પ્રશ્ન છે. બુદ્ધિજીવી લાકા જ્યારે વાવિવાદ કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક દેશાના નીચલા થરના મધ્યમવર્ગના લેાકેાએ સક્રિય પગલું ભર્યું. એ વના લાકને અસ્પષ્ટપણે એમ લાગ્યું કે, મૂડીવાદ તથા મૂડીવાદી તેમનું શોષણ કરી રહ્યા છે અને તેથી તેમની સામે તેઓ રાષે ભરાયા હતા. પરંતુ મારવાઁથી તેમ જ સામ્યવાદીઓના હાથમાં સત્તા આવે એનાથી તે વિશેષે કરીને ડરતા હતા. આ ક઼ાસિસ્ટ વલણના લાકા સાથે સામાન્ય રીતે મૂડીવાદીઓએ સમજૂતી કરી લીધી કેમકે તેમને લાગ્યું કે સામ્યવાદને ખાળવાના એ સિવાય ખીો રસ્તા નથી. ધીમે ધીમે સામ્યવાદથી ડરનારા સૌ કાઈ આ ફાસીવાદમાં ભળી ગયા. આ રીતે, જ્યાં આગળ મૂડીવાદ જોખમમાં આવી પડે છે અથવા તેને સામ્યવાદના સામને કરવાના આવે છે યા તે એવા સંભવ પેદા થાય છે ત્યાં ફાસીવાદના ફેલાવા થાય છે, એ એની વચ્ચે પાર્લામેન્ટ દ્વારા ચાલતી શાસનપદ્ધતિ છિન્નભિન્ન થઈ જાય છે. અને એને પરિણામે, આ પત્રના આરંભમાં આગળ તરી આવતી જે વસ્તુઓના ઉલ્લેખ કર્યાં હતા તેમાંની બીજી એટલે કે પાર્લામેન્ટની નિષ્ફળતા અથવા પતન પેદા થાય છે. સરમુખત્યારશાહી તથા જૂની ઢબની લોકશાહી વિષે મેં આગળના પત્રોમાં ઠીક ઠીક વિસ્તારથી કહ્યું છે. રશિયા, ઇટાલી, મધ્ય યુરોપ અને હાલ જમ`નીમાં એ વસ્તુ સ્પષ્ટપણે જોઇ શકાય છે. જર્મનીમાં તા નાઝીઓએ સત્તા હાથ કરી તે પહેલાં જ પાર્લામેન્ટ દ્વારા ચાલતી શાસનપતિ પડી ભાગી હતી. યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ આપણે જોઈ ગયાં કે કોંગ્રેસે પ્રમુખ રૂઝવેલ્ટના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપી દીધી હતી. યુરેાપમાં લોકશાહીની સૌથી લાંખી પર પરાવાળા એ દેશે! ઇંગ્લંડ અને ફ્રાંસમાં પણ એ પ્રક્રિયા શરૂ થયેલી નજરે પડે છે. પ્રથમ આપણે ઇંગ્લેંડના દાખલા તપાસીએ, ઈંગ્લંડની કાર્ય કરવાની રીત યુરોપ ખંડના ખીજા દેશાની રીત કરતાં બિલકુલ ભિન્ન છે. અંગ્રેજો જાને! દેખાવ રાખી મૂકવાના હમેશાં પ્રયત્ન કરે છે અને તેથી કરીને ત્યાં આગળ ફેરફારા સ્પષ્ટપણે દેખાતા નથી. ઉપર ઉપરથી જોનારને તે લાગે કે બ્રિટિશ પામેન્ટ પહેલાંના જેવી જ સ્થિતિમાં હજી ચાલુ છે પરંતુ વાસ્તવમાં તેમાં ધણા ફેરફારો થઈ ગયા છે. પહેલાંના વખતમાં આમની સભા સીધી રીતે પોતાની સત્તા વાપરતી હતી અને તેના એક સામાન્ય સભ્યને પણ તેમાં ઠીક ઠીક અવાજ પહોંચતા હતો. આજે તે મેાટા મેોટા પ્રશ્નોને નિય પ્રધાનમંડળ અથવા સરકાર કરે છે અને આમની સભા તો તે બાબતમાં માત્ર હા ' । ‘ ના ' જ કહી શકે છે. એશક, ‘ના' કહીને આમની સભા સરકારને કાઢી મૂકી શકે છે, પરંતુ એવું કડક પગલું ભાગ્યે જ લેવામાં આવે *
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy