SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરી. પોતે “ડેમોક્રેટિક” અથવા લેકશાહી પક્ષને હેવા છતાં રૂઝવેલ્ટ સરમુખત્યાર જે બની ગયા. સૌ કોઈ તેના ઉપર મીટ માંડીને બેઠું હતું અને તાત્કાલિક તથા અસરકારક પગલાં ભરીને તે આપણને મહાન આપત્તિમાંથી બચાવશે એવી આશા બધા લેકે સેવી રહ્યા હતા. અને તેણે વીજળીની ઝડપે કામ કરવા માંડ્યું પણ ખરું, તથા પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓથી થોડાં જ અઠવાડિયાંઓમાં તેણે આખાયે યુનાઈટેડ સ્ટેટ્સને હચમચાવી મૂક્યું અને એ રીતે પિતાની ઉપરનો પ્રજાને વિશ્વાસ પણ તેણે અનેકગણે વધારી મૂક્યો. પ્રમુખ રૂઝવેલ્ટે કરેલા નિર્ણયોમાંના કેટલાક નીચે મુજબ છે : ૧. સોનાની ચલણપદ્ધતિ તેણે રદ કરી અને ડૉલરના ભાવ ઘટી જવા દીધા. આ રીતે તેણે દેણદારેને બે હળવો કર્યો. ૨. આર્થિક મદદ આપીને તેણે ખેડૂતને મદદ કરી અને ખેતીવાડીને રાહત આપવા માટે તેણે બે અબજ ડૉલર જેટલી જબરદસ્ત રકમની લેન કઢાવી. ૩. જંગલખાતાના કામને અંગે તથા રેલને અંકુશમાં લાવવાના કામમાં રોકવાને અઢી લાખ મજૂરની ભરતી કરી. બેકારીમાં કંઈક અંશે ઘટાડો કરવાને માટે તેણે આ પગલું લીધું હતું. ૪. બેકારીને અંગે રાહત આપવાને માટે તેણે ૮૦ કરોડ ડૉલરની કેંગ્રેસ પાસે માગણી કરી. અને કેંગ્રેસે તે રકમ મંજૂર કરી. ૫. જાહેર બાંધકામને માટે તથા બેકારોને કામ આપવાને અર્થે તેણે લગભગ ત્રણ અબજ ડૉલરની જબરદસ્ત રકમ અનામત રાખી. નાણાં ઉછીનાં કાઢીને એ રકમ ઊભી કરવાની હતી. ૬. મઘનિષેધને કાયદે તેણે ઉતાવળથી રદ કરાવ્યો. આ બધી જબરદસ્ત રમે શ્રીમતે પાસે નાણાં ઉછીનાં લઈને ઊભી કરવાની હતી. રૂઝવેલ્ટની સમગ્ર નીતિનું ધ્યેય પ્રજાની ખરીદશક્તિ વધારવાનું હતું અને હજી પણ છે. હાથમાં નાણાં આવે તો પ્રજા ખરીદી કરી શકે અને એ રીતે વેપારની મંદી આપમેળે ઓછી થઈ જાય, એ ઉદેશ લક્ષમાં રાખીને જ જેમાં મજૂરને કામે લગાડી શકાય અને તેઓ કમાણી કરી શકે એવી જાહેર બાંધકામની મોટી મોટી યોજનાઓને અમલ તે કરી રહ્યો છે. એ જ હેતુ પાર પાડવાને ખાતર મજૂરોની રેજી વધારવાના અને તેમના કામના કલાકે ઘટાડવાના પ્રયાસે તે કરી રહ્યો છે. દિવસના કામના કલાકે ઘટે તે એથી કરીને વધારે મજૂરને કામ મળી શકે. કટોકટી અને મંદીના વખતમાં કારખાનાના માલિકે સામાન્ય રીતે જે વલણ અખત્યાર કરે છે તેનાથી આ વલણ સાવ ઊલટું જ છે. ઉત્પાદનનો ખરચ ઘટાડવાને ખાતર એવે વખતે કારખાનાંના માલિકે અચૂક રીતે મજૂરોની. મજૂરીના દરે ઘટાડે છે અને કામના કલાકે વધારે છે. પરંતુ રૂઝવેલ્ટનું કહેવું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy