SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસ ૪ ઑગસ્ટ, ૧૯૩૩ જગતના ઈતિહાસની આ રૂપરેખા હું સમેટી લઉં તે પહેલાં તું અમેરિકાનાં યુનાઈટેડ સ્ટેટસ તરફ ફરીથી એક વાર નજર કરી લે એમ હું ઈચ્છું છું. કેમ કે એ રૂપરેખા પૂરી થવાને હવે ઝાઝી વાર નથી. અત્યારે ત્યાં આગળ એક મહાન અને આકર્ષક પ્રયોગ ચાલી રહ્યો છે. દુનિયા એ પ્રયોગને ધ્યાનપૂર્વક નિહાળી રહી છે કેમ કે, ભવિષ્યમાં મૂડીવાદ કેવું વલણ ધારણ કરશે એને આધાર તેનાં પરિણમે ઉપર રહેલે છે. હું એ વસ્તુ તને ફરીથી જણાવું છું કે અમેરિકા એ સૌથી આગળ વધેલે મૂડીવાદી દેશ છે. દુનિયામાં તે સૌથી ધનવાન દેશ છે અને ઔદ્યોગિક કૈશલ્યમાં તે સૌથી મોખરે છે. બીજા કોઈ પણ દેશના દેવામાં તે નથી અને તેનું એકમાત્ર દેવું તેના પિતાના નાગરિકેનું જ છે. તેની નિકાસને વેપાર ઘણું મટે છે અને હજી તે ઉત્તરોત્તર વધત જ જાય છે. અને આમ છતાંયે એ વેપાર તેના જબરદસ્ત આંતરિક વેપારના લગભગ પંદર ટકા જેટલું જ છે. એ દેશને વિસ્તાર લગભગ યુરોપ જેટલું છે પરંતુ એ બે વચ્ચે તફાવત એ છે કે યુરોપ નાનાં નાનાં અનેક રાષ્ટ્રમાં વહેંચાયેલું છે અને એ દરેક રાષ્ટ્ર પિતાની સરહદ આગળ જકાતની ઊંચી દીવાલ ઊભી કરે છે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સની હદની અંદર એવા વેપારને વિદ્યરૂપ કશા અંતર નથી. એથી કરીને યુરોપ કરતાં અમેરિકામાં મેટા પ્રમાણમાં આંતરિક વેપાર ઘણી જ સુગમતાથી ખીલી શકે એમ હતું. ગરીબ બની ગયેલા અને દેવામાં ડૂબેલા યુરોપના દેશો કરતાં અમેરિકાને આવી અનેક પ્રકારની અનુકૂળતાઓ હતી. તેની પાસે મોટા પ્રમાણમાં સેનું હતું, અઢળક નાણાં હતાં તેમ જ પુષ્કળ પ્રમાણમાં માલ હતે. અને આ બધું તેની પાસે હોવા છતાંયે મૂડીવાદની કટોકટીએ તેને પણ ઝડપી લીધો અને તેને સઘળે ગર્વ હ. અખૂટ સામર્થ્ય અને કાર્યશકિત ધરાવનાર પ્રજામાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું. એકંદરે જોતાં તે દેશ હજી તવંગર જ રહ્યો હતે, તેની પાસેનાં નાણાં કંઈ અલેપ થઈ ગયાં નહોતાં. પરંતુ ગણ્યાગાંઠ્યા માણસને ત્યાં એ નાણુંના ઢગલા થયા હતા. ન્યૂયોર્કમાં હજીયે કરોડપતિઓ અને અબજપતિઓ જોવામાં આવતા હતા. જે. પિયરપેન્ટ મેર્ગન નામને માટે શરાફ હજી પણ પિતાની વૈભવવિલાસપૂર્ણ નાવમાં મોજમજા ઉડાવતે હતે. કહેવાય છે કે એ નાવની કિંમત આલાખ પાઉંડની હતી. અને આમ છતાંયે ન્યૂર્યોર્ક શહેરને “ભૂખના વાસ” તરીકે તાજેતરમાં વર્ણવવામાં આવ્યું છે. ચિકા જેવા શહેરની મોટી મોટી મ્યુનિસિપાલિટીઓ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy