SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ જમનીમાં નાઝીઓના વિજય ૧૪૧૧ એક પ્રકારનું સમવાયતંત્ર હતું તેને પણ અંત આવ્યા અને સર્વ સત્તા અલિનમાં ન્દ્રિત કરવામાં આવી. દરેક જગ્યાએ સરમુખત્યારે નીમવામાં આવ્યા હતા. તેઓ માત્ર પોતાની ઉપરના સરમુખત્યારોને જ જવાબદાર હતા. બેશક, હિટલર સૉંપરી સરમુખત્યાર હતા. ક્રૂપ્સને * આ બધા ફેરફારો થઈ રહ્યા હતા તે અરસામાં નાઝી સ્ટોમ અથવા નાઝી સૈન્યને આખાયે જમનીમાં છૂટું મૂકી દેવામાં આવ્યું હતું. તેણે કલ્પી ન શકાય એવી હેવાનિયતભરી અને પાશવી હિંસા અને ત્રાસનું સામ્રાજ્ય દેશભરમાં પ્રવર્તાવી મૂકયું. એ હિંસા અને ત્રાસના જોટા ખીજે ક્યાંયે શેષ્યા જડે એમ નથી. પહેલાં પણ અનેક વાર ત્રાસનું સામ્રાજ્ય પ્રવત્યું હતું; દાખલા તરીકે રશિયામાં એલ્શેવિકાએ વર્તાવેલા ‘ રાતેા ત્રાસ ’ તેમ જ તેમના વિરોધી પ્રત્યાધાતીઓએ વર્તાવેલા શ્વેત ત્રાસ '. પરંતુ કાઈ દેશ અથવા તે દેશમાંનું પ્રધાન દળ જીવનમરણના આંતરવિગ્રહમાં સંડોવાયું હોય તે પરિસ્થિતિમાં જ હમેશાં એવું બનવા પામતું. ભયંકર જોખમ અને નિરંતર રહેતા ડરને કારણે જ એવા ત્રાસ પેદા થતા હતા. નાઝીઓને કાઈ એવા જોખમને સામના કરવાને રહ્યો નહાતા તેમ જ તેમને કશાથી ડરવાનું પણ કારણ નહેતું. તેમના હાથમાં રાજસત્તા આવી હતી અને તેમની સામે કાઈ પણ પ્રકારના સશસ્ત્ર વિરોધ કે સામનેા થયા નહોતા. નાઝી સૈન્યે વર્તાવેલા ત્રાસ એ આ રીતે લાગણીના ઉશ્કેરાટ કે ડરના પરિણામરૂપ નહાતા. એ તે જેઓ નાઝી પક્ષના ન હોય તે સૌનું ઇરાદાપૂર્વક અને ઠંડે કલેજે કરવામાં આવેલું માની ન શકાય એટલું હેવાનિયતભર્યું દમન હતું. નાઝીએ સત્તા ઉપર આવ્યા પછી જમનીમાં જે અત્યાચારો થયા તથા પડદા પાછળ હજીયે થઈ રહ્યા છે તેની યાદી આપવાથી કશાયે અર્થ સરે એમ નથી. લકાને નિયપણે માર મારવામાં આવ્યો અને તેમના ઉપર કારમા સિતમે! ગુજારવામાં આવ્યા; અથવા તેમને ગાળીથી હાર કરવામાં આવ્યા કે તેમનાં ખૂન કરવામાં આવ્યાં અને આ બધા અત્યાચારો છૂટાવાયા નહિ પણ મેોટા પાયા ઉપર થયા તથા પુરુષો તેમ જ સ્ત્રી એ અને તેના ભાગ બન્યાં. સંખ્યાબંધ લાકાને જેલમાં પૂરી દેવામાં આવ્યા અથવા નજરકેદ કરવામાં આવ્યા અને તેમની સામે ત્યાં અતિશય મૂરો વર્તાવ રાખવામાં આવ્યા એમ કહેવાય છે. સૌથી વધારે ઝનૂની હુમલે સામ્યવાદી ઉપર કરવામાં આવ્યે પરંતુ તેમના કરતાં વધારે નરમ વલણના સામાજિક લોકશાહીવાદીઓની દશા પણ તેમના કરતાં વધારે સારી હતી એમ ન કહી શકાય. યહૂદીઓની તા ભારે દુર્દશા થઈ અને શાંતિવાદીઓ, ઉદારમતવાદી, મજૂર મહાજનવાળા અને આંતરરાષ્ટ્રીયતાવાદી ઉપર પણ હુમલા કરવામાં આવ્યા. નાઝીએ દાંડી પીટી પીટીને જાહેર કરે છે કે કેવળ માર્ક્સવાદ અને માર્ક્સવાદીઓનું જ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy