________________
૧૩૯૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન બોજો ઘટાડવાને તેમ જ બૅકવાળાઓ અને શાહુકારોને ભોગે દેવાદારોને રાહત ' આપવાને એને ઉદ્દેશ હતો. હિંદી પ્રજાએ એક અવાજે કરેલા વિરોધની પરવા કર્યા વિના બ્રિટિશ સરકારે હિંદમાં જે કર્યું હતું તેનાથી આ સાવ ઊલટું હતું.
- ૧૯૩૩ની સાલમાં, તેને કચરી રહેલા અનેક પ્રશ્નોને સહકારથી ઉકેલ લાવવાને માટે મૂડીવાદી દુનિયાને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લંડનમાં સમગ્ર દુનિયાની આર્થિક પરિષદ ભરવામાં આવી અને તેમાં હાજરી આપવા પ્રતિનિધિઓ “ગભરાટમાં પડી ગયેલી દુનિયા’ વિષે વાત કરવા લાગ્યા. અને તેમણે એવી ચેતવણી બહાર પાડી કે, “જે પરિષદ નિષ્ફળ નીવડશે તે આખીયે મૂડીવાદી વ્યવસ્થા ભાગીને કચ્ચરઘાણ થઈ જશે.” પણ એ બધી ચેતવણીઓ તથા જોખમોની કશી અસર ન થઈ અને મહાન સત્તાઓ સાથે મળીને સહકાર ન કરી શકી અને દરેક સત્તાએ પિતાપિતાને ફાવે તે તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. આખરે પરિષદ નિષ્ફળ નીવડી અને દરેક દેશે આર્થિક રાષ્ટ્રવાદની પોતપોતાની નીતિ અખત્યાર કરી.
સ્વયં પૂર્ણ થવું એ ઈંગ્લેંડ માટે અશક્ય હતું, કેમ કે તે જોઈતા પ્રમાણમાં ખોરાક પકવતું નહોતું. તેમ જ તેના ઉદ્યોગ માટે જરૂરી કાચા માલ ત્યાં પરદેશમાંથી આવતું હતું. એથી કરીને બ્રિટિશ સરકારે સામ્રાજ્યવ્યાપી પાયા ઉપર આર્થિક રાષ્ટ્રવાદની નીતિ વિકસાવવા અને બ્રિટિશ સામ્રાજ્યને પાઉન્ડના પરસ્પર વિનિમય માટે આર્થિક ઘટક બનાવવાનો પ્રયાસ કર્યો. આ કલ્પના નજર સમક્ષ રાખીને ૧૯૭૨ની સાલમાં ટાવામાં બ્રિટિશ સામ્રાજ્યની પરિષદ ભરવામાં આવી. પરંતુ એ પરિષદમાંયે મુશ્કેલીઓ ઊભી થઈ કેમ કે, ઇંગ્લંડના લાભને ખાતર કૅનેડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા કશુંયે જતું કરવા તૈયાર નહતાં. ઊલટું ઈંગ્લંડને તેમની માગણીઓ કબૂલ રાખવી પડી. પરંતુ હિંદુસ્તાન પાસે તે, પ્રજામત તેની બિલકુલ વિરુદ્ધ હતું તે છતાંયે, બ્રિટિશ માલને પસંદગી આપવાનું સત્તાવાર રીતે કબૂલ કરાવવામાં આવ્યું. ઓટાવાને કરાર પણ સફળ ન થયે એ પછીથી બનેલા બનાએ દર્શાવી આપ્યું અને એને કારણે સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે તેમ જ હિંદુસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારે ઘર્ષણ પેદા થયું.
દરમ્યાન સામ્રાજ્યના ઉદ્યોગ અને બજાર માટે એક નવો જ ભય પેદા છે. જ્યાં ત્યાં સોં જાપાની માલ ઊભરાવા લાગ્યો. એ માલ એટલે બધે સેંધે હતું કે જકાતની દીવાલે પણ તેને દેશમાં આવતે રેકી શકી નહિ. યેનના મૂલ્યમાં ઘટાડો થવાને કારણે, તેમ જ જાપાનનાં કારખાનામાં કામ કરનાર કન્યાઓને બહુ ઓછી રેજી આપવામાં આવતી હતી તેથી કરીને, જાપાની માલ એટલો બધો સે પડતે હતે. જાપાનના ઉદ્યોગને સરકાર