SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯૦ જગતના ઇતિહાસનુ' રેખાદર્શન આવી હતી અને તેને ‘રાષ્ટ્રીય સરકાર ' તરીકે ઓળખાવવામાં આવી. મૈકડાનાલ્ડનું એકૃત્ય યુરોપની મન્ત્ર ચળવળના ઇતિહાસમાં એવફાઈનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. રાષ્ટ્રીય સરકાર પાઉન્ડને બચાવવા માટે સ્થપાઈ હતી. તેમણે આપેલા વચન પ્રમાણે ક્રાંસ તથા અમેરિકા તરફથી તેને આર્થિક મદદ મળી પણ એ મદદથી પણ રાષ્ટ્રીય સરકાર પાઉન્ડને બચાવી શકી નહિ. ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બર માસની ૨૭મી તારીખે સાનાની ચલણપદ્ધતિ તેને છેડી દેવી પડી અને પાઉંડનું ચલણ ફરી પાછું અસ્થિર થઈ ગયું. પાઉંડનું મૂલ્ય ઝપાટાબંધ ઘટી ગયું અને સેનામાં તેની કિ ંમત ૧૪ શિલિંગ જેટલી થઈ ગઈ. એટલે કે, તેનું મૂલ્ય પહેલાં કરતાં લગભગ રૢ જેટલું થઈ ગયું. આ બનાવે તથા એ તારીખે દુનિયા ઉપર ભારે છાપ પાડી. યુરેપમાં એ નજીક આવતા જતા બ્રિટિશ સામ્રાજ્યના વિનાશનું ચિહ્ન ગણાવા લાગ્યું. કેમ કે એ બનાવ દુનિયાના નાણાંકીય બજારમાં લંડનના પ્રભુત્વનેા અંત સૂચવતા હતો. આ ધારણા તથા અપેક્ષાએ (બ્રિટિશ સામ્રાજ્ય માટે યુરોપ કે અમેરિકામાં જરા સરખા સદ્ભાવ નહેાતા, અને એશિયાનું તે પૂછવું જ શું?) જરા ઉતાવળી પુરવાર થઈ. તેને સોનું જ સમજીને પાઉંડનું કાગળનાણું રાખનાર — ક્રમ કે, કાઈ પણ વખતે તેને સેનામાં ફેરવી શકાતું હતું — ધણા દેશનાં ચલણાને પાઉંડના મૂલ્યમાં થયેલા ઘટાડાએ હચમચાવી મૂકવાં. હવે પાઉંડની નોટો સોનામાં ફેરવી શકાતી નહોતી તેમ જ તેના મૂલ્યમાં લગભગ ૩૦ ટકા જેટલા ઘટાડા થવા પામ્યા હતા એટલે એમાંના કેટલાક દેશાનાં ચલણુના ભાવ પણ ગગડી ગયા. અને ઇંગ્લંડને કારણે તેમને પણ સેનાનું ચલણ છેોડી દેવાની ફરજ પડી ક્રાંસની સ્થિતિ હવે ધણી જ સધ્ધર બની હતી. પોતાની સાવધાનીભરી નીતિ તેને ફાયદાકારક નીવડી હતી. અમેરિકાનાં અને એથીયે વિશેષ પ્રમાણમાં ઇંગ્લેંડનાં જનીને ધીરવામાં આવેલાં નાણાં ત્યાં સ્થગિત થઈ તે પડત્યાં હતાં તે વખતે ફ્રાંસ પાસે પરદેશી દૂડી અને સાનાના ક્રાંકના રૂપમાં પુષ્કળ નાણાં પડ્યાં હતાં. ઇંગ્લંડ તથા અમેરિકા એ બંને દેશોની સરકારોએ ક્રાંસને રીઝવવાને અને એકબીજીની સામે તેને પોતાના પક્ષમાં લેવાને ભારે પ્રયાસા કર્યા. પરંતુ અતિ સાવધાન ક્રાંસે એમાંથી એકેના પક્ષમાં ભળવાની સાફ ના પાડી અને એ રીતે સાદ કરી લેવાના મેાકા જતા કર્યાં. ૧૯૩૧ની સાલના અંતમાં ઇંગ્લંડમાં સાર્વત્રિક ચૂંટણી થઈ અને તેમાં રાષ્ટ્રીય સરકાર ના ભારે વિજય થયા. વાસ્તવમાં એ કન્ઝરવેટીવ પક્ષના વિજય હતો. એમાં મજૂર પક્ષ તો લગભગ ઊખડી જ ગયા. મજૂર સરકાર તેમની મૂડી જપ્ત કરી લેશે એવા ગપગોળાઓથી ભડકીને તેમ જ પગાર
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy