SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૬ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન સાથે હરીફાઈ કરવાનું બ્રિટિશ ઉદ્યોગપતિઓને માટે મુશ્કેલ થઈ પડયું. પરંતુ પોતાની બૈંકિંગ વ્યવસ્થા અથવા કહો કે દુનિયાના વિનિમય બજારમાં પોતાનું નાણાંકીય પ્રભુત્વ સાચવી રાખવા માટે ઇંગ્લંડે ઇરાદાપૂર્વક થોડેઘણે અંશે પોતાના ઉદ્યોગોને ભાગ આપ્યા. પાઉન્ડની પ્રતિષ્ઠા તા એથી વધવા પામી પરંતુ તને યાદ હશે કે એ પછી કંઈક અંશે ઉદ્યોગોને કટકા પડવાને કારણે ઇંગ્લેંડમાં આંતરિક મુશ્કેલીઓ પેદા થઈ. ત્યાં આગળ એકારી વધી ગઈ અને કાલસાની ખાણેામાં લાંબા સમય સુધી હડતાળ ચાલી તેમ જ સાત્રિક હડતાલ પણ પડી. પાઉન્ડનું મૂલ્ય તો સ્થિર કરવામાં આવ્યું પણ એટલું પૂરતું નહેતું. બ્રિટિશ સરકારને અમેરિકાનું જબરદસ્ત રકમનું કરજ હતું. એ હાથઉધાર કરજ હતું અને અમેરિકા કાઈ પણ ઘડીએ તેની માગણી કરી શકે એમ હતું. એવી માગણી કરીને યુનાઈટેડ સ્ટેટ્સ ઇંગ્લંડની સ્થિતિ અતિશય મુશ્કેલ કરી મૂકી શકે એમ હતું તેમ જ એ રીતે તે પાઉન્ડના ભાવ ઘટાડી દઈ શકે એમ હતું. આથી યુદ્ધનું દેવું હપતાથી પતાવવાને અંગે અમેરિકા સાથે સમજૂતી પર આવવાને માટે અગ્રગણ્ય બ્રિટિશ રાજદ્વારી પુરુષો — સ્ટેન્લી બાલ્ડવીન પણ તેમાંના એક હતા ન્યૂયોર્ક દોડી ગયા. યુરોપના બધાયે દેશ અમેરિકાના દેણુદાર હતા. એટલે તેમને માટે યોગ્ય રસ્તો તેા એ હતા કે આપસમાં મસલત કરીને પછી જ શકય એટલી સારી શરતો મેળવવા માટે તેમણે અમેરિકા પાસે પહોંચવું જોઈતું હતું. પરંતુ પાઉડને બચાવી લેવાને તથા લંડનનું આર્થિક નેતૃત્વ ટકાવી રાખવાને માટે બ્રિટિશ સરકાર એટલી બધી ઈંતેજાર હતી કે ફ્રાંસ અને ઇટાલી સાથે એ બાબતમાં મસલત કરવા જેટલી તેની પાસે ધીરજ નહેાતી. તેને તે ગમે તે ભાગે અમેરિકા જોડે દેવાની ચુકવણીને અંગે તરતાતરત કઈક ગોઠવણ કરવી હતી. બ્રિટિશ સરકાર એ ખાબતમાં ગાઠવણ તે કરી શકી, પર ંતુ એને માટે તેને ભારે કિંમત આપવી પડી અને યુનાઇટેડ સ્ટેટ્સે મૂકેલી કડક શરતોનું પાલન કરવાનું તેને કબૂલ રાખવું પડ્યું. પાછળથી ક્રાંસ તથા ઇટાલી પોતાના દેવાની ચુકવણીને અંગે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી એના કરતાં ઘણી અનુકૂળ શરતો મેળવી શકયાં. આ ભારે પ્રયાસા અને ભાગાને કારણે પાઉંડના ભાવેા ટકી રહ્યા તથા લંડન શહેરનું આર્થિક નેતૃત્વ પણ ચાલુ રહ્યું. દુનિયાનાં બજારોમાં ન્યૂયૉર્ક સાથેની તેની ઝુંબેશ ા ચાલુ જ રહી. પોતાની પાસે અઢળક નાણું હતું એટલે ન્યૂયોર્ક, પહેલાં લંડન પાસે નાણાં વ્યાજે લેતા હતા તે દેશને વ્યાજના બહુ જ ઓછા દરોથી લાંબી મુદ્દતને માટે પૈસા ધીરવા માંડયા. આ રીતે કૅનેડા, દક્ષિણ આફ્રિકા તથા આસ્ટ્રેલિયા પણ લાભાઈને ન્યૂયોર્ક તરફ ખેંચાયા. આ રીતે લાંખી મુદ્દત માટે નાણાં ધીરવામાં લંડન ન્યૂયૉર્ક સાથે હરીફાઈ કરી શકે એમ નહોતું.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy