SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વસ્તુઓ સામે તેમણે વિરોધ ઉઠાવ્યો અને સમાજસુધાર તથા સ્ત્રીઓની કેળવણીની હિમાયત કરી. તેમણે સ્થાપેલે સંધ “બ્રાહ્મસમાજ'ના નામથી ઓળખાય છે. સંખ્યાની દૃષ્ટિએ તે એ નાની સંસ્થા હતી અને આજે પણ નાની જ રહી છે તથા એ બંગાળના અંગ્રેજી જાણનારા વર્ગમાં જ મર્યાદિત રહી છે. પરંતુ બંગાળના જીવન ઉપર એણે ભારે અસર કરી છે. ટાગોર કુટુંબે એને અંગીકાર કર્યો અને મહર્ષિ તરીકે ઓળખાતા કવિ રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથ ટાગોર લાંબા વખત સુધી એ સમાજના આધારસ્તંભ હતા. કેશવચંદ્રસેન એ સમાજના બીજા આગેવાન સભ્ય હતા. સદીના પાછલ્લા ભાગમાં ધાર્મિક સુધારાની બીજી ચળવળ શરૂ થઈ. એ ચળવળ પંજાબમાં થઈ અને સ્વામી દયાનંદ સરસ્વતી એના પ્રવર્તક હતા. “આર્યસમાજ' નામને એક બીજો સંઘ શરૂ થયું. આર્યસમાજે પણ હિંદુધર્મમાં પાછળથી દાખલ થયેલાં ઘણું તને ત્યાગ કર્યો અને ન્યાતજાતના વાડાઓની સામે જેહાદ પિકારી. “વેદ તરફ પાછા વળો' એ તેમની ઘોષણા હતી. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના વિચારોની અસરને પરિણામે ઉદ્ભવેલી એ ધર્મસુધારણાની ચળવળ હતી એ નિર્વિવાદ છે. પરંતુ તત્વતઃ એ ઉદ્દામ અને જેશીલી ચળવળ હતી. એનું વિચિત્ર પરિણામ એ આવ્યું કે, આર્યસમાજ, જે ઘણું કરીને બધા હિંદુ ધર્મના બધા સંપ્રદાયમાં ઇસ્લામની સૌથી વધારે નજદીક હતું તે ઈસ્લામને પ્રતિસ્પર્ધા અને વિરોધી બને. બચાવની નીતિ અખત્યાર કરીને બેઠેલા નિષ્ક્રિય હિંદુ ધર્મને આક્રમણાત્મક મિશનરી ધર્મ બનાવવાને એ પ્રયાસ હતો. હિંદુ ધર્મને પુનરુદ્ધાર કરવાનું તેનું ધ્યેય હતું. તેમાં રહેલા રાષ્ટ્રીયતાના તત્વને લીધે એ ચળવળને થોડું બળ મળ્યું. ખરી રીતે એ ચળવળ દ્વારા હિંદુ રાષ્ટ્રીયતા પિતાનું માથું ઊંચું કરી રહી હતી. અને એ હિંદુ રાષ્ટ્રીયતા હતી એ જ કારણે તે ભારતીય અથવા હિંદી રાષ્ટ્રીયતા ન બની શકી. બ્રાહ્મસમાજને મુકાબલે આર્યસમાજનો ફેલાવો વધારે થયે. ખાસ કરીને પંજાબમાં તે વધારે પ્રસર્યો. પરંતુ પ્રધાનપણે તેને ફેલાવે મધ્યમ વર્ગમાં જ મર્યાદિત હતું. આર્યસમાજે કેળવણીના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું છે અને તેણે છોકરાઓ તથા છોકરીઓ ઉભય માટે ઘણી શાળાઓ અને કૉલેજો કાઢી છે. રામકૃષ્ણ પરમહંસ એ સદીના બીજા એક અસાધારણ અને ધાર્મિક પુરુષ હતા. પરંતુ આ પત્રમાં મેં જેમનો ઉલ્લેખ કર્યો છે તેમનાથી એ સાવ ભિન્ન હતા. સુધારાને માટે કોઈ ઉદ્દામ વલણવાળો સંઘ કે સમાજ તેમણે કાઢયો નહિ. તેમણે તે સેવા ઉપર વધારે ભાર મૂક્યો અને રામકૃષ્ણ સેવાશ્રમ, હિંદના ઘણા ભાગોમાં ગરીબ અને નબળાંઓની સેવાની એ પરંપરા ચાલુ રાખી રહ્યા છે. રામકૃષ્ણના સુપ્રસિદ્ધ શિષ્ય સ્વામી વિવેકાનંદે ભારે ધગશથી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy