SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન કુશળ પાર ઊતરશે કે પછી દુનિયા ઉપર આટલા બધા લાંબા સમય સુધી પ્રભુત્વ ભેગવનાર એ મહાન વ્યવસ્થાની મરણ પહેલાંની છેવટની વ્યથાની આ શરૂઆત છે? આવા આવા અનેક પ્રશ્નો ઊઠે છે અને આપણે તેમના તરફ આકર્ષાઈએ છીએ કેમકે એ પ્રશ્નોના જવાબ ઉપર જ માનવજાતના અને સાથે સાથે આપણા સૌના ભાવીને પણ આધાર છે. ૧૯૭રની સાલના ડિસેમ્બર માસમાં બ્રિટિશ સરકારે અમેરિકાની સરકાર ઉપર એક યાદી મોકલી હતી અને તેમાં તેણે પિતાનું યુદ્ધણું જતું કરવાની યાચના કરી હતી. એ યાદીમાં બ્રિટિશ સરકારે એ પણ બતાવી આપ્યું હતું કે, રેગના ઉપચાર અજમાવવા જતાં તે ઊલટે તે વધારે ઉગ્ર બન્યું છે. તેણે જણાવ્યું કે, “કરવેરામાં બેહદ વધારો કરી દેવામાં આવ્યું છે અને ખરચમાં ભારે કાપકૂપ કરવામાં આવી છે અને આમ છતાંયે જે પીડા મટાડવાને આ બધી મર્યાદાઓ તથા નિયંત્રણ અખત્યાર કરવામાં આવ્યાં છે. તેણે તે એ પીડા ઊલટી વધારી મૂકી છે.” વળી વિશેષમાં તેમણે બતાવી આપ્યું કે, કુદરતની કંજૂસાઈને કારણે કંઈ આ હાનિ અને યાતનાઓ વેઠવી પડતી નથી. ભૈતિક વિજ્ઞાનની સફળતા દિનપ્રતિદિન વધતી જાય છે અને સાચી સંપત્તિ ઉત્પન્ન કરવાની અગાધ શક્યતાઓ અક્ષત એટલે કે જેમની તેમ રહી છે.” દોષ કુદરતમાં નહિ પણ માણસમાં અને તેણે ઊભી કરેલી વ્યવસ્થામાં રહેલ છે. મૂડીવાદના આ વ્યાધિનું સાચું નિદાન કરવાનું તેમ જ તેનું નિવારણ કરવાના ઇલાજે બતાવવાનું કામ સહેલું નથી. જેમણે એ વિષે બધુયે જાણવું જોઈએ તે સંપત્તિશાસ્ત્રીઓમાં એ વિષે મતભેદ છે અને તેઓ એનાં ભિન્ન ભિન્ન કારણે જણાવે છે અને એના નિવારણના જુદા જુદા ઉપાય સૂચવે છે. માત્ર સામ્યવાદીઓ અને સમાજવાદીઓના મનમાં એ બાબતમાં ચોખવટ હોય એમ લાગે છે. તેમનાં દૃષ્ટિબિંદુ અને સિદ્ધાંતને મૂડીવાદની પડતીથી સમર્થન મળે છે. મૂડીવાદી તો તે એ વિષેની પિતાની મૂંઝવણ નિખાલસપણે કબૂલ કરે છે. મેંટેગ્યુ નર્મને એ ઇગ્લેંડને એક મોટો અને સમર્થ શરાફ છે. અને તે ઈંગ્લંડની બેંક ને ગવર્નર છે. એક જાહેર સમારંભને પ્રસંગે તેણે કહ્યું હતું કે, “આર્થિક પ્રશ્ન એ મારા ગજા ઉપરવટને પ્રશ્ન છે. એની મુશ્કેલીઓ અતિશય ભારે અને અવનવી છે તથા ભૂતકાળમાં એને મળતી આવતી ઘટનાઓ મળતી નથી. એટલે એ આખાયે વિષયને એક અજ્ઞાન માણસ તરીકે અને ખૂબ નમ્રતાપૂર્વક હું હાથ ધરું છું. એ મારે માટે ગજા બહારનું કામ છે. અત્યારે તે આપણે અંધકારમય બગદામાં જ ફસાયેલા છીએ. ભવિષ્યમાં, એ બગદાને છેડે આપણે પ્રકાશ જઈ શકીશું એવી મને આશા છે. કેટલાક લેકે ક્યારનાયે એ પ્રકાશ આપણને બતાવવાને શક્તિમાન થયા છે. પરંતુ એ પ્રકાશ તે ભ્રામક દ્રજાળ છે અને કેવળ આપણને નિરાશ કરવા માટે જ તે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy