SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩ર૭ ભલે બનાવે પણ અનાજના સંબંધમાં તે તે હવે ઉપભોગ કરનાર અથવા ખરીદનાર જ બની જાય છે. ખેડૂતે ગામડાઓમાંથી શહેરમાં જઈ વસ્યા એટલે કે અનાજના ઉત્પાદક મટીને હવે તેઓ માત્ર તે ખરીદનારા અથવા વાપરનારા બન્યા. ખેરાકને અંગેની પરિસ્થિતિ મુશ્કેલ બનાવવામાં આ હકીકત પણ કારણભૂત હતી. ખોરાકની પરિસ્થિતિ મુશ્કેલ બનાવનાર બીજું પણ એક કારણ હતું. દેશના વધતા જતા ઉદ્યોગોને કારખાનાંઓ માટે વધુ ને વધુ કાચા માલની જરૂર હતી. આ રીતે કાપડનાં કારખાનાંઓને રૂની જરૂર હતી. આથી ખેરાકીની વસ્તુઓને બદલે ઘણું મોટા પ્રદેશમાં કપાસ તેમ જ કારખાનાંઓ માટે જોઈતા બીજા કાચા માલનું વાવેતર કરવામાં આવ્યું. આથી ખેરાકીની વસ્તુઓનું પ્રમાણ વળી વધારે ઘટવા પામ્યું. ( સોવિયેટની વસ્તીમાં થયેલી ભારે વૃદ્ધિ એ જ તેની આબાદીને અસાધારણ પુરાવો હતો. અમેરિકાની પેઠે એ વધારે બહારના લેકે ત્યાં આગળ આવીને વસવાને કારણે નહોતે થયો. આ વસ્તુ બતાવે છે કે, પ્રજાને ભારે હાડમારી અને વિટંબણાઓ વેઠવી પડતી હતી એ ખરું પરંતુ એકંદરે જોતાં ત્યાં ખરેખર ભૂખમરે નહે. વહેંચણીની કડક પદ્ધતિ દ્વારા ખોરાકની અતિશય આવશ્યક વસ્તુઓ પ્રજાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારી નિરીક્ષકે જણાવે છે કે, વસ્તીમાં થયેલે ઝડપી વધારે એ ઘણે અંશે પ્રજામાં પેદા થયેલી આર્થિક સલામતીની ભાવનાને આભારી હતું. ત્યાં આગળ બાળકો માબાપને ભારરૂપ નથી હોતાં કેમ કે તેમની સંભાળ રાખવાને – તેમને ખવડાવવા પિવડાવવાને તેમ જ કેળવણી આપવાનું રાજ્ય તૈયાર હતું. વસ્તીના વધારાનું કારણ સ્વચ્છતાની થયેલી પ્રગતિ તેમ જ દવાદારૂ તથા વૈદ્યકીય મદદની સગવડ હતી. એને કારણે બાળકનું મરણપ્રમાણ ૨૭ ટકાથી ઘટીને ૧૨ ટકા થઈ ગયું. ૧૯૧૩ની સાલમાં મેકેનું મરણપ્રમાણ હજારે તેવીશનું હતું; ૧૯૩૧ની સાલમાં તે હજારે તેર કરતાંયે ઓછું થઈ ગયું. અધૂરામાં પૂરું ૧૯૩૧ની સાલમાં સોવિયેટ રાજ્યના કેટલાક ભાગમાં દુકાળ પડ્યો અને એને લીધે ખોરાકને અંગેની મુશ્કેલી વધી. ૧૯૭૧ અને ૧૯૩૨ની સાલ દરમ્યાન દૂર પૂર્વમાં અનેક વાર લડાઈની બૂમ ઊડી હતી અને બીજી સામ્રાજ્યવાદી સત્તાઓ સાથે મળીને જાપાન હુમલે કરે એવા ડરથી જરૂર ઊભી થાય ત્યારે કામ લાગે એવા આશયથી સોવિયેટ સરકારે લશ્કરને માટે અનાજ તેમ જ બરાકીની બીજી વસ્તુઓને સંગ્રહ કરવા માંડ્યો હતે. રશિયાની એક જૂની કહેવત છે કે, “ભયની આંખે બહુ મોટી હોય છે.” એ કહેવત બાળકે કે પ્રજાઓ યા તે રાષ્ટ્રો એ સૌની બાબતમાં કેટલી બધી સાચી છે! સામ્યવાદ તેમ જ મૂડીવાદ વચ્ચે સાચી સુલેહ કદી પણ શક્ય નથી તથા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy