SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. રશિયાની પંચવર્ષી ચેાજના ૯ જુલાઈ, ૧૯૯૩ લેનિન બ્યા ત્યાં સુધી સેાવિયેટ રશિયાના સર્વમાન્ય નેતા હતા. એના છેવટના નિર્ણયને સૌ કાઈ માન્ય રાખતું, ઝધડાને પ્રસ ંગે તેના શબ્દ કાયદા જેટલા અસરકારક હતા અને સામ્યવાદી પક્ષનાં આપસમાં લડતાં દળામાં તે એકતા સ્થાપતો. તેના મરણ બાદ અનિવાય રીતે મુશ્કેલી ઊભી થઈ. હવે પ્રતિસ્પર્ધી દળા અને હરીફ અળેા પ્રભુત્વ મેળવવા માટે સામસામાં લડવા લાગ્યાં. બહારની દુનિયાની તેમ જ કંઈક અંશે રશિયાની નજરે પણ એલ્શેવિકામાં, લેર્લાનન પછી ટ્રાટ્ક સૌથી પ્રભાવશાળી પુરુષ હતા. આકટોબરની ક્રાંતિમાં ટ્રોવ્સ્કીએ જ આગળ પડતો ભાગ લીધા હતા. ભારે મુશ્કેલીઓના સામને કરીને આંતરયુદ્ધમાં તેમ જ પરદેશીઓના આક્રમણ સામે વિજય મેળવનાર લાલ સૈન્ય પણ ટ્રોવ્સ્કીએ જ ઊભું કર્યું હતું. અને આમ છતાંયે, એલ્શેવિક પક્ષમાં તે તે હજી નવા આવનાર જ હતા તથા લેનિન સિવાયના બીજા જૂના ખેલ્શેવિકાના તેના ઉપર ઝાઝો પ્રેમ કે વિશ્વાસ નહોતો. આ જૂના ખેલ્શેવિકામાંના એક સ્ટૅલિન સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી બન્યા હતા અને એ રીતે રશિયાની પ્રભુત્વ ધરાવનારી તથા સૌથી બળવાન સસ્થાને કાબૂ તેના હાથમાં હતો. ટ્રોવ્સ્કી અને સ્ટોલન એ એ વચ્ચે પરસ્પર બિલકુલ પ્રેમ નહોતા. તેઓ એકખીજાને ધિક્કારતા હતા તેમ જ તે ખતે એકબીજાથી સાવ ભિન્ન પ્રકૃતિના માણસો હતા. ટ્રાટ્ક પ્રતિભાશાળી લેખક અને વક્તા હતા તેમ જ સગાનકાર અને કવીર તરીકેની પોતાની શક્તિ પણ તેણે પુરવાર કરી બતાવી હતી. પોતાની તીક્ષ્ણ અને જવલંત બુદ્ધિથી તે ક્રાંતિના સિદ્ધાંતા તારવતા હતા તેમ જ ચાબુક કે વીછીના ચટકાની પેઠે ડંખે એવા શબ્દોથી પોતાના વિરાધીઓને પરાસ્ત કરતા હતા. એની તુલનામાં સ્ટૅલિન ા એક મામૂલી માણસ લાગતા હતા. સ્ટૅલિન શાંત અને કશાયે પ્રભાવ કે પ્રતિભા વિનાના હતા, આમ છતાંયે તે એક ભારે સંગઠનકાર અને મહાન તથા વીર યોદ્ધો હતા. તેનું સંકલ્પબળ પોલાદી હતું. સાચે જ, તેને એક પોલાદી માણસ ' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રોવ્સ્કીની લાકા પ્રશંસા કરતા એ ખરું પરંતુ તેમનામાં વિશ્વાસની લાગણી તા સ્ટૅલિન જ પેદા કરતો હતો. સામ્યવાદી પક્ષમાં આ બે અસાધારણ વ્યક્તિને માટે અવકાશ નહેા. C ટ્રોસ્ટ્સ અને સ્ટૅલિન વચ્ચેને ઝધડે અંગત હતા પરંતુ વાસ્તવમાં તે એથી વિશેષ હતા. તે બંને જુદી જુદી નીતિના, ક્રાંતિને વિકસાવવાની ભિન્ન
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy