SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૩૦૩ તે એમાં રહેલું છે કે તે પ્રજાસંધને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરે છે તથા પુરવાર થઈ ચૂકેલા આંતરરાષ્ટ્રીય અન્યાયની બાબતમાં પણ તે કોઈ પણ પ્રકારનું અસરકારક પગલું ભરવાને અસમર્થ છે અને એ રીતે તે નિરર્થક વસ્તુ છે એ હકીકત તે સ્પષ્ટ કરે છે. યુરોપની મોટી સત્તાઓની બેવડી રમત તથા તેમનાં કાવતરાંઓ અને પ્રપંચને પણ તે ઉઘાડાં પાડે છે. ખાસ કરીને આ બાબતમાં અમેરિકાએ (તે પ્રજાસંધનું સભ્ય નહતું) જાપાન સામે કડક વલણ અખત્યાર કરવાનો પ્રયત્ન કર્યો અને તે લગભગ તેની સાથે યુદ્ધ કરવાની હદ સુધી પહોંચી ગયું. પરંતુ ઈગ્લેંડ તથા બીજી સત્તાઓએ જાપાનને ગુપ્ત રીતે આપેલા ટેકાથી અમેરિકાનું વલણ નિષ્ફળ નીવડયું અને જાપાન સામે એકલા પડી જવાના ડરથી તે વધારે સાવધ બન્યું. પ્રજાસંઘે સાધુતાપૂર્વક જાપાનને વખોડી તે કાઢયું પરંતુ એને માટે તેણે જાપાન સામે કશીયે પગલાં લીધાં નહિ. પ્રજાસંઘના સભ્યોએ મંચૂકુઓના પૂતળા રાજ્યને માન્ય ન રાખવું એમ નક્કી કરવામાં આવ્યું પણ તેની આ અમાન્યતા એક ફારસરૂપ બની ગઈ. પ્રજાસંઘે જાપાનને વખોડી કાઢવા છતાંયે બ્રિટિશ પ્રધાને તથા એલચીઓ પિતાની મર્યાદાની બહાર જઈને પણ જાપાનના એ પગલાનું સમર્થન કરે છે. રશિયા પ્રત્યેના ઇંગ્લંડના વર્તાવને મુકાબલે તેનું આ વલણ બહુ જ વિચિત્ર ગણાય. ૧૯૩૦ના એપ્રિલ માસમાં જાસૂસી કરવાના આરેપ માટે રશિયામાં કેટલાક બ્રિટિશ ઈજનેરે ઉપર કામ ચલાવવામાં આવ્યું. એમાંથી કેટલાકને નિર્દોષ ઠરાવીને છોડી દેવામાં આવ્યા અને બેને હળવી સજા કરવામાં આવી. એની સામે બ્રિટનમાં ભારે પિકાર ઊડ્યો અને બ્રિટિશ સરકારે ઇંગ્લંડમાં આવતા રશિયન માલ સામે તરત જ પ્રતિબંધ મૂક્યો. રશિયાએ પિતાને ત્યાં આવતે બ્રિટિશ માલ બંધ કરીને એને જવાબ વાળે આમ ચીને મંચૂરિયા તથા બીજું ઘણું ગુમાવ્યું અને બાકીના દેશને પણ જાપાન હજી ધમકી આપી રહ્યું હતું. તિબેટ સ્વતંત્ર દેશ હતો. મંગોલિયા સોવિયેટ દેશ હતું અને તે રશિયાના સેવિયેટ રાજ્યમાં જોડાઈ ગયે હતે. તિબેટ અને સાઈબેરિયા વચ્ચે આવેલા સીંકિયાંગ અથવા ચિનાઈ તુર્કસ્તાનના બીજા એક મોટા પ્રાંતની બાબતમાં પણ ચીન મુશ્કેલીમાં મુકાયું હતું. એ પ્રાંતના યારકન્દ અને કાશગર વગેરે શહેરમાં કાશ્મીરના શ્રીનગરથી લાકના લેહ શહેરમાં થઈને નિયમિત રીતે વણજારે જતી રહે છે. એ પ્રાંતની વસ્તી મુખ્યત્વે કરીને તુક જાતિના મુસલમાની છે; સંસ્કૃતિ અને જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિને ધરણે જોતાં તેઓ ચીની છે. તેમનાં * પછીથી એ બે દેશો વચ્ચે સમજૂતી થવાને પરિણામે ઇંગ્લેન્ડ અને રવિ ! વચ્ચેના આ વેપારી યુદ્ધને અંત આવ્યો હતો.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy