SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાન દુનિયાને ગણકારતુ નથી ૧૩૧ તેની સત્તાવાર રીતે યુદ્ધ તરીકે જાહેરાત કરવામાં આવી નહોતી! તેણે બતાવેલી આ નબળાઈને લીધે તથા અન્યાય પરત્વે લગભગ ઈરાદાપૂર્વક તેણે આંખ આડા કાન કર્યા હોવાથી જગતભરમાં પ્રજાસંઘની પ્રતિષ્ઠા તથા શાખ અતિશય ઘટી ગયાં. અલબત, એને માટે કેટલીક મહાન સત્તાઓ જવાબદાર હતી અને ખાસ કરીને ઇંગ્લડ પ્રજાસંધમાં જાપાનની તરફેણ કરનારું વલણ અખત્યાર કર્યું. આખરે, મંચૂરિયાના બનાવની બાબતમાં તપાસ કરવા માટે પ્રજાસંઘે લૉર્ડ લીટનના પ્રમુખપણું નીચે એક આંતરરાષ્ટ્રીય કમિશન નીમ્યું. એ બાબતમાં બધી સત્તાઓ સહસા સંમત થઈ ગઈ કેમકે એથી કરીને કોઈ પણ પ્રકારને નિર્ણય મહિનાઓ સુધી મેકૂફ રહેતો હતે. મંચૂરિયા બહુ દૂરને દેશ હતા અને ત્યાં જઈને પિતાના હેવાલ તૈયાર કરતાં કમિશનને ઘણો લાંબે વખત લાગે અને એટલા વખતમાં કદાચ મામલે ખતમ પણ થઈ જાય. જાપાનીઓ શાંઘાઈથી તો ખસી ગયા પરંતુ હવે તેમણે મંચૂરિયા ઉપર વિશેષ લક્ષ આપ્યું. મંચૂરિયામાં તેમણે એક પૂતળા સરકાર ઊભી કરી અને જાહેર કર્યું કે મંચૂરિયાએ એ રીતે પોતાના આત્મનિર્ણયના હકને અમલ કર્યો છે. એ નવા ઊભા કરેલા રાજ્યને મંચૂકુઓ નામ આપવામાં આવ્યું અને ચીનના એક પુરાણું મંચૂ રાજવંશમાંથી ઉતરી આવેલા એક માંદલા સરખા યુવકને એ નવા રાજ્યને રાજા બનાવવામાં આવ્યું. બેશક, એ બધું તે કેવળ દેખાવ પૂરતું જ કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ સાચી હકૂમત તે જાપાનની જ હતી. સૌ કોઈ જાણતું હતું કે જાપાની લશ્કર જે ત્યાંથી ખસેડી લેવામાં આવે તે મંચૂકુઓનું રાજ્ય એક જ દિવસમાં ઊંધું વળી જાય. મંચૂરિયામાં જાપાનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કેમ કે ચીની સ્વયંસેવક સનિકેની ટેળીઓ તેમની સામે અવિરતપણે લડ્યા કરતી હતી. આ ટોળીઓને જાપાનીઓ “ધાડપાડુઓ' કહે છે. સ્થાનિક ચીનાઓના બનેલા મંચૂકુઓના સૈન્યને તાલીમ આપીને જાપાનીઓએ શસ્ત્રસજજ કર્યું હતું. આ “ધાડપાડુઓની સામે મોકલવામાં આવતાં તે સૈન્ય પિતાની આધુનિક ઢબની શસ્ત્રસામગ્રી સાથે એ “ધાડપાડુઓના પક્ષમાં ભળી જતું ! આ નિરંતરપણે ચાલતા યુદ્ધને કારણે મંચૂરિયાને ભારે નુક્સાન થયું અને સોયાબીનને તેને વેપાર મારવા લાગ્યા. મહિનાઓ સુધી તપાસ ચલાવ્યા પછી લીટન કમિશને પિતાને હેવાલ પ્રજાસંધ સમક્ષ રજૂ કર્યો. એ કાળજીપૂર્વક અને સંયમી તથા ન્યાયાધીશની ભાષામાં લખાયેલ દરતાવેજ હતો. પરંતુ જાપાન સામે તેમાં ભારે પ્રહાર કરવામાં આવ્યા હતા. આથી બ્રિટિશ સરકાર અતિશય અસ્વસ્થ બની ગઈ કેમ કે તે જાપાનને બચાવ કરવા માગતી હતી. એના ઉપરની વિચારણા વળી -૪૦
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy