SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ લોકશાહી અને સરમુખત્યારશાહી ૧૨૮૧ ઈન્દ્રિયાતીત અહંનાં કાર્યો દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (આને જે કંઈ અર્થ થતો હોય તે મારી સમજશક્તિની બહાર છે.) આમ, આ વિચારદૃષ્ટિમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય કે વ્યક્તિત્વને કશે અવકાશ રહેતું નથી. પિતાની જાત સિવાયની બીજી કોઈક વસ્તુમાં – રાજ્યમાં – આત્મવિલોપન કરીને જ વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપને તેમ જ સ્વતંત્રતાને અનુભવ કરી શકે છે. . કુટુંબ, રાજ્ય કે પરમાત્મામાં એકરૂપ કરી દેવાથી મારું વ્યક્તિતવ દબાઈ જતું નથી, પણ તે ઉન્નત, સબળ અને વિશાળ થાય છે.” જેન્ટાઈલ વળી કહે છે : કઈ પણ બળ માણસની સંકલ્પશક્તિ ઉપર અસર પાડી શકે તેટલા પ્રમાણમાં તે નૈતિક બળ છે. પછી એમાં ઉપદેશ કે લાઠીની દલીલને ભલેને ઉપગ કરવામાં આવ્યો હેય.” હવે આપણે સમજ્યાં કે, હિંદમાં બ્રિટિશ સરકાર જ્યારે જ્યારે લાઠીપ્રહારેને આશરો લે છે ત્યારે ત્યારે તે કેટલા બધા નૈતિક બળને ઉપયોગ કરી રહી હોય છે! આ બધા, એક વસ્તુ બની ગયા પછી તેનું સમર્થન કરવાના અને તેનું વાજબીપણું પુરવાર કરવાના પ્રયાસ છે. એમ પણ કહેવામાં આવે છે કે, ફાસીવાદને ઉદ્દેશ “સામૂહિક રાજ્ય' (કોર્પોરેટિવ સ્ટેટ) સ્થાપવાનો છે. મારા ધારવા પ્રમાણે, એવા રાજ્યમાં સૌ સામુદાયિક અથવા આખા સમૂહના હિતને અર્થે હળીમળીને કાર્ય કરે છે. પરંતુ એવું કોઈ રાજ્ય ઈટાલી કે બીજે ક્યાંય ઊભું થયેલું જોવામાં આવતું નથી. તેના ઉપર કેટલાક અંકુશ મૂકવામાં આવ્યા છે એ ખરું, પરંતુ ઈટાલીમાં મૂડીવાદ લગભગ બીજા દેશોની જેમ જ પિતાનું કાર્ય કરી રહ્યો છે. - ફાસીવાદ બીજા દેશોમાં પણ પ્રસર્યો છે એટલે એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે એ માત્ર ઈટાલીની જ વિશિષ્ટ ઘટના નથી પરંતુ કોઈ પણ દેશમાં જ્યારે અમુક પ્રકારની આર્થિક પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે તે દેખા દે છે. મજૂરે જ્યારે બળવાન બનીને મૂડીવાદી રાજ્યને ધમકીરૂપ બની જાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ મૂડીદાર વર્ગ પિતાને ઉગારી લેવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે, ઉગ્ર પ્રકારની આર્થિક કટોકટીની ઘડીએ મજૂરે તરફથી એવું જોખમ પેદા થાય છે. મિલકતદાર તથા શાસક વર્ગ સામાન્ય પ્રકારના લેકશાહી ઉપાય દ્વારા પોલીસે અને લશ્કરની મદદથી મજૂરોને દાબી શકતા નથી ત્યારે તે ફાસિસ્ટ પદ્ધતિને આશરે લે છે. એટલે કે એક કપ્રિય સામુદાયિક ચળવળ ઉપાડવામાં આવે છે. એમાં જનસમૂહને પસંદ પડે એવાં પરંતુ મિલકતદાર અને મૂડીદાર વર્ગોનું રક્ષણ કરવાના આશયથી યોજવામાં આવેલાં કેટલાંક સૂત્રે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy