________________
જગતના ઇતિહાસનુ” રેખાદેશન
આધારસ્તંભરૂપ હતા. એ ચળવળ બળવાન થતી ગઈ તેમ તેમ માર મહાજનેામાં સ ંગઠિત ન થયેલા એકાર અને અણુધડ મજૂરા પણ તેમાં ભળતા · ગયા, કેમ કે સફળતા જેટલી કાયસાધક ખીજી કાઈ પણ વસ્તુ નથી. ાસિસ્ટ એ બળજબરીથી દુકાનદારોને માલની કિ ંમત ઓછી રાખવાની ફરજ પાડી અને એ રીતે તેમણે ગરીમેાની સહાનુભૂતિ પણ મેળવી. ધણા નસીબ અજમાવનારા સાહસિક લેકા પણ કાસિસ્ટ વાવટા નીચે આવી ગયા. આ બધું છતાંયે, ફાસીવાદ એ લઘુમતી ચળવળ જ રહી.
૧૨૮
અને તેથી, જ્યારે સમાજવાદી નેતા વિસામણમાં પડીને સક૫વિકલ્પો કરી રહ્યા હતા, આપસમાં લડવાડ કરી રહ્યા હતા તથા તેમના પક્ષમાં ભાગલા અને ફાટફૂટ પડવા લાગી હતી ત્યારે ફાસિસ્ટોનું ખળ વધ્યે જતું હતું. વ્યવસ્થિત સૈન્ય પણ ફાસીવાદ તરફ મમતા રાખતું હતું અને મુસેાલિનીએ લશ્કરના સેનાપતિઓને પોતાના પક્ષમાં મેળવી લીધા હતા. આવાં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી તત્ત્વાને પોતાના પક્ષમાં મેળવી લઈ તે તે બધાંને એકત્ર રાખવાં તેમ જ ફ્રાસીવાદ ખાસ કરીને તેમના હિતના અથે જ છે એવી એ દળના પ્રત્યેક સમૂહને પ્રતીતિ કરાવવી એ મુસોલિનીએ પાર પાડેલું અસાધારણ કાર્ય હતું. તવંગર ક્ાસિસ્ટ તેને પોતાની માલમિલકતના રક્ષક તરીકે લેખતા હતા અને તેનાં મૂડીવાદ વિરાધી વ્યાખ્યાનો તથા સૂત્રેાને આમજનતાને છેતરવા માટેની પોકળ વાતા તરીકે ગણતા હતા. ગરીબ ક્રાસો એમ માનતા હતા કે, મૂડીવાદના આ વિરોધ એ જ ક્ાસીઝમની સાચી વસ્તુ છે અને બાકીનું બધું તેા શ્રીમત લેાને ખુશ રાખવા પૂરતું હતું. આ રીતે મુસાલિની યુક્તિપ્રયુક્તિથી એ બંને પ્રકારના લોકા પાસેથી કામ લેવા લાગ્યો. એક દિવસ તે ધનવાનાની તરફેણમાં ખેલતા અને ખીજે જ દિવસે ગરીખોની તરફેણમાં ખેલતા. પરંતુ તત્ત્વતઃ તે મિલકતદાર વર્ગાના પુરસ્કર્તા હતા. તે તેને નાણાં પૂરાં પાડતા હતા અને લાંબા વખતથી તેમને ડરાવી રહેલા મજૂરોના તેમ જ સમાજવાદના બળને નાશ કરવાના તેમણે નિશ્ચય કર્યાં હતા.
છેવટે, ૧૯૨૨ની સાલના ઓકટોબર માસમાં વ્યવસ્થિત લશ્કરના સેનાપતિની દોરવણી નીચે ફાસિસ્ટ દળાએ રામ તરફ કૂચ કરી. ફ્રાસિસ્ટ પ્રવૃત્તિઓ તરફ આજ સુધી આંખ આડા કાન કરનાર વડા પ્રધાને હવે લશ્કરી કાયદા જાહેર કર્યાં. પરંતુ એને માટે યાગ્ય તક વીતી ગઈ હતી અને હવે તો ખુદ રાજા પણ મુસેાલિનીના પક્ષને થઈ ગયા હતા. રાજાએ લશ્કરી કાયદાના હુકમને પોતાની ખાસ સત્તા વાપરીને રદ કર્યાં, પેાતાના વડા પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને મુસેલિનીને વડા પ્રધાન બની પોતાનું પ્રધાનમંડળ રચવા માટે આમંત્રણ આપ્યું. ૧૯૨૨ના ઑકટોબરની ૩૦મી