SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પર જગતના ઇતિહાસનું રેખાદર્શન એથી કરીને, આજે રાજકારણ તેમ જ બીજા બધા ઉપર પ્રભુત્વ ભોગવી રહેલા જણાતા આર્થિક પ્રશ્નો સમજવાને આપણે સૌએ પ્રયત્ન કરે જોઈએ. માણસજાતને અનેક રીતે સમૂહો અને વર્ગોમાં વહેંચી શકાય છે. એક રીતે, માણસોને બે વર્ગોમાં વહેંચી શકાયઃ એક પ્રવાહપતિત લે છે, જેમને પિતાની નિર્ણયશક્તિ હોતી નથી અને પ્રવાહમાં પડેલા તણખલાની પેઠે તેઓ પિતાની જાતને અહીંતહીં ખેંચાવા દે છે અને બીજા જીવનમાં અસરકારક ભાગ ભજવવાને તેમ જ પિતાની આસપાસની પરિસ્થિતિ ઉપર પિતાને પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે. આ બીજા વર્ગના લેકે માટે જ્ઞાન અને સમજ આવશ્યક હોય છે કેમ કે અસરકારક કાર્ય તેમને આધારે જ થઈ શકે. કેવળ સભાવ અને સદિચ્છાઓ પૂરતાં નથી. કોઈ કુદરતી આફત આવી પડે કે મહામારી ફાટી નીકળે અથવા અનાવૃષ્ટિ થાય કે બીજી કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તે પ્રસંગે આપણે જોઈએ છીએ કે માત્ર હિંદમાં જ નહિ પણ યુરોપમાં સુધ્ધાં રાહત માટે કે ઈશ્વરની પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી જે તેમને શાતા વળે અને તેમનામાં આત્મવિશ્વાસ અને હિંમત આવે તે તે સારી વસ્તુ છે અને કેઈએ પણ તેની સામે વાંધો ઉઠાવવો જોઈએ નહિ. પરંતુ પ્રાર્થને મહામારી કે રેગચાળાને અટકાવશે એ ખ્યાલનું સ્થાન છે સ્વચ્છતા અને બીજા સાધનો દ્વારા રોગચાળાનાં મૂળ કારણે દૂર કરવા જોઈએ એ વૈજ્ઞાનિક ખ્યાલ લઈ રહ્યો છે. કોઈ કારખાનાના સંચાઓમાં ભાગ તૂટ થાય કે મેટરના ટાયરમાં કાણું પડે તે પ્રસંગે લેકેને સદિચ્છા રાખીને હાથપગ જેડી બેસી રહેતા કે ભાગતૂટ આપમેળે સુધરી જાય અથવા કાણાં આપમેળે સંધાઈ જાય એવી પ્રાર્થના કરતા નિષ્ક્રિય થઈને બેસી રહેતા સાંભળ્યા છે ખરા? ના, ના, એવે વખતે તેઓ કામ કરવા મંડી પડે છે અને યંત્ર તથા ટાયરને સુધારી લે છે અને તરત જ યંત્ર ફરીથી ચાલતું થઈ જાય છે અથવા મોટર તેને રસ્તે સરળતાથી આગળ દોડી જાય છે. એ જ રીતે માનવી અને સામાજિક યંત્રને વિષે પણ સદિચ્છા ઉપરાંત, તેના ચલન અને શકયતાઓનું જ્ઞાન આપણને હેવું જોઈએ. એ જ્ઞાન ભાગ્યે જ નિશ્ચિત કે ચોક્કસ હોય છે કેમ કે માનવી ઈચ્છાઓ, કામનાઓ, જરૂરિયાતે, પૂર્વગ્રહ જેવી અનિશ્ચિત વસ્તુઓને લગતું તે હોય છે, અને જ્યારે આપણે માણસોને એક સમૂહ તરીકે વિચાર કરીએ કે સમગ્ર સમાજ અથવા ભિન્ન ભિન્ન વર્ગો વિષે વિચાર કરીએ ત્યારે તે એ વસ્તુઓ વળી વિશેષે કરીને અનિશ્ચિત બની જાય છે. પરંતુ અભ્યાસ, અનુભવ અને અવકનથી એ અનિશ્ચિત હકીકતના શંભુમેળામાં ધીરે ધીરે વ્યવસ્થા લાવી શકાય છે અને એ રીતે જ્ઞાન વધે છે અને તેની સાથે આપણી આસપાસની પરિસ્થિતિ સાથે કામ લેવાની આપણી શક્તિ પણ વધવા પામે છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy