SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ XC જગતના ઇતિહાસનું' રેખાદર્શન EX તેમને સતાવતા અને તેમના ઉપર જુલમ ગુજારતા; કેમકે એ અંગ્રેજ અથવા તે હિંદી આડતિયાએ તેમને કાયદાનું રક્ષણ મળી રહેશે એ બાબતમાં બિલકુલ નિશ્ચિંત હતા. ઘણી વાર ગળીના ભાવે બેસી જતા. એવા સ ંજોગામાં ગળી સિવાય ડાંગર વગેરે ખજો કાઈ પાક કરવા એ ખેડૂતો માટે વધારે ફાયદાકારક હતું, પરંતુ તેમને તેમ કરવાની છૂટ નહેતી. ખેડૂતોને બહુ ભારે હાડમારી અને યાતનાઓ વેઠવી પડતી હતી અને આખરે તે અસહ્ય થવાથી તેઓ વ પર આવી ગયા. ખેડૂતોએ નીલવરોની સામે ખંડ કર્યું અને ગળાનું એક કારખાનું લૂંટી લીધું. પરંતુ તેમને કચરી નાખીને ફરી પાછા વશ કરી દેવામાં આવ્યા. આ પત્રમાં ૧૯મી સદી દરમ્યાન ખેડૂતાની થયેલી દુર્દશાના મેં તને ક ંઈક લંબાણુથી ચિતાર આપવાના પ્રયત્ન કર્યાં છે. હિંદના ખેડૂતની સ્થિતિ દિનપ્રતિદિન કેવી રીતે ખગડતી ગઈ તથા મહેસૂલ ઉધરાવનાર, જમીનદાર, વાણિયા, બગીચાવાળા, તેને આતિયા અને સીધી રીતે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે કામ લેનાર સૌથી મેટ વાણિયા બ્રિટિશ સરકાર વગેરે તેના સંસĆમાં આવનાર દરેકે તેનું કેવી રીતે શાષણ કર્યું... એ સમજાવવાને મેં પ્રયાસ કર્યાં છે. કેમકે, આ બધા શોષણના પાયામાં અંગ્રેજોએ હિંદમાં ઇરાદાપૂર્વક અખત્યાર કરેલી નીતિ રહેલી હતી. ગૃહઉદ્યોગ નાશ પામ્યા અને તેની જગ્યાએ ખીજા ઉદ્યોગો શરૂ કરવાનો કશો પ્રયાસ કરવામાં ન આવ્યેા; એથી એકાર બનેલા કારીગરે ગામડાંઓ તરફ હડસેલાઈ ગયા અને તેને લીધે જમીન ઉપરનું દબાણુ વધી જવા પામ્યું; જમીનદારી પ્રથા તથા બગીચા પતિ દાખલ થઈ; જમીન મહેસૂલ અતિશય વધારી દેવામાં આવ્યું, પરિણામે જમીનની સાંથ બેહદ વધી ગઈ અને તેની નિર્દયતાપૂર્વક વસૂલાત કરવાંમાં આવી; ખેડૂતને વ્યાજખાઉ વાણિયા શાહુકારને આશરે જવાની ફરજ પડી અને તેની પોલાદી પકડમાંથી તે કદી છૂટવા પામ્યા નહિ; મહેસૂલ ન ભરાવાને કારણે અસંખ્ય લાકા પાસેથી તેમની જમીનને કબજો લઈ લેવામાં આવ્યે; આ ઉપરાંત પોલીસ, મહેસૂલ વસૂલ કરનાર જમીનદારના આડતિયા તથા કારખાનાંના આડતિયાની નિરંતર સતામણી અને જુલમ થવા લાગ્યો. આ બધી વસ્તુઓએ મળીને ખેડૂતાનું હીર, પ્રાણ તથા તેમના આત્માને હણ્યા. આ બધામાંથી અનિવાર્ય પણે કારમી વિપત અને ભીષણ આપત્તિ સિવાય બીજું શું નીપજી શકે ? ઉપરાઉપરી ભીષણ દુકાળ પડવા અને તેમણે લાખ્ખા લૉકાના જાન લીધા. પરંતુ અજબ વાત તે એ છે કે ખોરાકની અછત હતી અને એથી કરીને લેકે ભૂખે મરતા હતા તે વખતે ધઉં અને ખીજા' ખાદ્ય ધાન્ય ધનિક વેપારીઓના નફાને ખાતર પરદેશ રવાના કરવામાં આવતાં હતાં. પરંતુ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy