SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ આ તી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૨૩૧ - હંગરીમાં તે છેક ૧૯૧૮ની સાલના ઑકટોબર માસની ૩ જી તારીખે એટલે કે મહાયુદ્ધ પૂરું થવા પહેલાં પાંચ અઠવાડિયાં અગાઉ ક્રાંતિ ફાટી નીકળી હતી. નવેમ્બર માસમાં ત્યાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. ચાર માસ પછી, ૧૯૧૯ના માર્ચ માસમાં ત્યાં આગળ બીજી ક્રાંતિ થઈ. બેલા કૂન નામના સામ્યવાદી નેતાની આગેવાની નીચે થયેલી એ સોવિયેટ ક્રાંતિ હતી. તે પહેલાં લેનિનને સાથી હતે. સોવિયેટ સરકારની ત્યાં આગળ સ્થાપના કરવામાં આવી અને થોડા માસ સુધી તે સત્તા ઉપર રહી. આથી દેશનાં સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી તોએ રૂમાનિયાના લશ્કરને પિતાની મદદે બેલાવ્યું. રમાનિયાનું સૈન્ય બહુ જ ખુશીથી ત્યાં આવ્યું, બેલા કનની સરકારને દાબી દેવામાં તેણે મદદ કરી અને પછીથી ઠરીઠામ થઈને દેશમાં નિરાંતે લૂંટ ચલાવવા માંડી. મિત્રરાએ તેની સામે પગલાં ભરવાની ધમકી આપી ત્યારે જ તે હંગરી છોડીને પિતાના દેશમાં પાછું ફર્યું. રૂમાનિયાનું લશ્કર ચાલ્યા ગયા પછી હંગરીના સ્થિતિચુસ્ત લેકેએ ફરીથી તેઓ ક્રાંતિ કરવાનો પ્રયત્ન ન કરે એટલા માટે દેશમાંનાં ઉદાર અથવા પ્રગતિશીલ વિચારે ધરાવનારાં બધાંયે તો ઉપર ત્રાસ વર્તાવવાને અર્થે ખાનગી લશ્કરે અથવા સ્વયંસેવક દળ ઊભાં કર્યા. આ રીતે ૧૯૧૯ની સાલમાં જેને “શ્વેત ત્રાસ” તરીકે ઓળખવામાં આવે છે તેને આરંભ થયો. એ “મહાયુદ્ધ પછીના ઈતિહાસનું એક સૌથી ખૂનખાર અને કારમું પ્રકરણ” લેખાય છે. હંગરીમાં હજીયે અમુક અંશે ફક્યુડલ સમાજવ્યવસ્થા ચાલુ છે અને એ ફ્યુડલ જમીનદારોએ મહાયુદ્ધ દરમ્યાન અઢળક કમાણી કરીને માતબર બનેલા ઉદ્યોગપતિઓ સાથે ઐક્ય કરીને કેવળ સામ્યવાદીઓ જ નહિ પણ સામાન્ય રીતે મજૂરે, સામાજિક લેકશાહીવાદીઓ, લિબરલ (વિનીતે), શાંતિવાદીઓ તેમ જ યહૂદીઓની પણ કતલ કરી અને તેમના ઉપર ત્રાસ ગુજાર્યો. ત્યારથી માંડીને આજ સુધી હંગરીમાં પ્રત્યાઘાતી સરમુખત્યારશાહીને અમલ ચાલુ છે. દેખાવ કરવાને માટે પાર્લમેન્ટને તમાશે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ચૂંટણી ખુલ્લી રીતે થાય છે એટલે કે પાર્લામેન્ટના સભ્યો ચૂંટવા માટે મને ખુલ્લી મતપેટીમાં જાહેર રીતે આપવાના હોય છે અને સરમુખત્યારશાહીને પસંદ હોય તેવા જ લોકે ચૂંટાવા પામે એની લશ્કર તથા પોલીસે તકેદારી રાખે છે. રાજકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે જાહેર સભા ભરવા દેવામાં આવતી નથી. આ પત્રમાં મેં મહાયુદ્ધ પછી મધ્ય યુરોપમાં બનેલા કેટલાક બનાવોનું તથા જેઓ મધ્ય યુરેપની સત્તાઓ તરીકે ઓળખાતી હતી તેમના ઉપર યુદ્ધ, પરાજય અને રશિયન ક્રાંતિની થવા પામેલી અસરનું અવલોકન કર્યું છે. મહાયુદ્ધની થવા પામેલી અસાધારણ આર્થિક અસર તથા તેમણે મૂડીવાદને તેની આજની દુર્દશામાં લાવી મૂક્યો તે વિષે હું અલગ પત્રમાં વાત કરીશ.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy